ખંજવાળને જડમૂળ થી કાઢવાનો રામબાણ ઈલાજ

વરસાદની સિઝન શરૂ થતાં જ સૌથી પહેલી અને ખરાબ અસર આપણી ત્વચા પર પડે છે. હકીકતમાં, વરસાદનાં દિવસોમાં આપણી ત્વચા વધુ ભેજ સુકવી નથી શકતી જેના કારણે ખંજવાળ, દાદ-ખાજ, ફોડલી, ખીલ, ગૂમડાં વગેરે જેવી તકલીફો થાય છે. એવામાં ઘણીવાર આ સમસ્યા ગંભીર રૂપ ધારણ કરી લે છે અને પીડિતનું જીવવું મુશ્કેલ કરી નાખે છે. ઘણા લોકોને ત્વચાની સમસ્યાથી શરમનો સામનો પણ કરવો પડે છે. આ સિવાય ઘણીવાર એકની એક જગ્યાએ વધુ ખંજવાળવાથી ચામડી પર લાલ દાણા ઉપસી આવે છે, જે ઘણા પીડાદાયક હોય છે. આ લાલ દાણામાંથી લોહી પણ નીકળે છે. પણ આજે અમે તમને ખંજવાળનો અચૂક ઈલાજ જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે આશીર્વાદ સાબિત થશે. હકીકતમાં, આયુર્વેદમાં એવી ઘણી ઔષધિ છે કે જે દાદ-ખાજ, ફોડલી, ખીલ, ગૂમડાં અને ખંજવાળને જડમૂળથી દુર કરે છે.

તમને જણાવી દઈએ કે ખંજવાળની સમસ્યા એક ગંભીર ચર્મ રોગ છે. જો આનો ઈલાજ યોગ્ય સમયે ન થાય તો ત્વચાને ગંભીર નુક્શાન થવાની સંભાવના વધી જાય છે. એવામાં ઘણા લોકો ખંજવાળથી છુટકારો મેળવવા માટે એન્ટી-ફંગલ ક્રીમનો ઉપયોગ કરે છે પણ એમ છતાં એમને પૂરેપૂરી રાહત નથી મળતી. આ આર્ટિકલમાં તમને ખંજવાળનો અચૂક ઈલાજ એટલે કે ખંજવાળની સમસ્યા દૂર કરવાના ઘરેલુ ઉપાયો જાણવા મળશે..

ખંજવાળની સમસ્યા થવાના કારણો :

  • ત્વચા પર વધુ પડતો સાબુ લગાડવાથી.
  • ચુનો અને સોડા જેવા રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરવાથી.
  • લાંબા ગાળાની કબજિયાતને કારણે.
  • રક્ત વિકાર.
  • માસિક ધર્મમાં અનિયમિતતા કે ગડબડ.
  • ટાઈટ કપડાં પહેરવાથી.
  • નકલી અને પડતર સૌંદર્ય પ્રસાધનોનો વધુ પડતો ઉપયોગ કરવાથી.
  • વધુ પડતું તીખું અને તળેલું ખાવાથી.
  • ઉજાગરા કરવાથી તેમજ સ્વચ્છતાનો અભાવ.

પીપળાની છાલ

પીપળાની છાલ ખંજવાળ માટે રામબાણ ઈલાજ છે. આ માટે પીપળાની છાલને દેશી ઘીમાં મિક્ષ કરીને ખંજવાળ વાળી જગ્યા પર લગાવો. આ સિવાય તમે ઈચ્છો તો સવાર-સાંજ પીપળાની છાલનો ઉકાળો પણ પી શકો છો જેનાથી તમારૂ સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.

લીંબુનો ઉપયોગ

લીંબુમાં સાઈટ્રીક એસિડ, વિટામીન-સી અને બીજા ઘણા પોષક તત્વો હોય છે જે વજન ઘટાડવાની સાથોસાથ ખંજવાળમાં પણ ઉપયોગી સાબિત થાય છે. આ માટે કેળાની સાથે લીંબુનો રસ મેળવીને ખંજવાળ વાળી જગ્યા પર લગાવો. જેથી તમને ખંજવાળમાં રાહત મળશે. આ સિવાય ચમેલીના તેલમાં લીંબુ મિક્ષ કરીને શરીર પર માલિશ કરવાથી સૂકી ખંજવાળ દૂર થાય છે.

નારિયેળનો ઉપયોગ

ખંજવાળ માટે નારિયેળનાં તેલનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે નારિયેળનાં તેલમાં લીંબુનો રસ ભેળવીને ખંજવાળ વાળી જગ્યા પર માલિશ કરો. લીંબુને ચૂસવાથી પણ ખંજવાળની તકલીફ દૂર થાય છે. સાથે જ 20 મિલીલીટર નારિયેળ તેલમાં 10 મિલીલીટર લીંબુનો રસ મિક્ષ કરીને લેપ કરવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે.

કપૂરનો ઉપયોગ

કપૂરનો ઉપયોગ તમે બધાએ પૂજા ઘરમાં તો કર્યો જ હશે પણ કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે કપૂરનો ઉપયોગ તમારી સ્કિન પ્રોબ્લેમ્સ ખાસ કરીને ખંજવાળ માટે રામબાણ ઘરેલુ નુસખો છે. કપૂરને ચમેલીના તેલમાં મિક્ષ કરીને શરીર પર માલિશ કરવાથી ખંજવાળની સમસ્યા દૂર થશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: