મનની શાંતી (ભ્રમ જળ ) – જેનીશ આર. ભાયાણી

અત્યારના ઝડપી ટેકનોલોજીના સમયમાં ઘરે-ઘરે મોબાઇલ,ઘરે-ઘરે ટી.વી. આમ દરેકની પાસે કાંઈક ને કાંઈક ઉપકરણનો તો છે જ. પહેલાના સમયમાં લોકોને સુખ અને શાંતિ મેળવવા માટે કોઈ ફી ચૂકવીને કોઈપણ જાતના સેમિનાર સાંભળવા પડતા ન હતા. જયારે અત્યારે લોકો શાંતિ મેળવવા માટે ,સુખી જીવન કઈ રીતે જીવી શકાય એ જાણવા માટે મોટી ફી ચૂકવીને સેમિનાર સાંભળવા માટે જાય છે. ઘણા બધા લોકો મને અવાર-નવાર પ્રશ્નોનો પૂછતા રહે છે કે; તમે પહેલાના સમયની વાત દર વખતે શા માટે કહો છો. ત્યારે મારો સ્પષ્ટ અને આનંદમય ઉત્તર એ જ હોય છે કે; મિત્ર “ જુનું એટલું સોનુ ” આ કહેવત આપણા વડવાઓએ એમ જ નથી પાડી.

દુનિયાના કોઈપણ ખૂણે તમે જાવ અને શોધો તો કોઈ પણ વસ્તુનો સબંધ ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રાચીનતાની સાથે સંકળાયેલો હોય છે. ભારતના ધાર્મિક ગ્રંથો તેમજ શાસ્ત્રો પણ પ્રાચીન છે છતાં પણ તે મુજબ જ ઘટના ઘટે છે. માટે આનો સીધો અર્થ એ થાય છે કે આપણું જીવન ક્યાંક ને ક્યાંક પ્રાચીનતા સાથે સંકળાયેલું છે. આજથી વર્ષો પહેલાં શ્રીકૃષ્ણ “ગીતાજી” એજ દરેક માટે મૂળભૂત જીવનનો સિદ્ધાંત છે. આવી જ રીતે મનની શાંતી મેળવવા માટે નો ઉકેલ પણ પ્રાચીનતા મુજબ જ મળશે.

દરેક માનવી માટે ત્રણ વસ્તુ જ માનવીનું જીવન બની ગઈ છે. સુખ,શાંતી,સમૃદ્ધિ… આમાંથી મુખ્ય છે શાંતી: આ શાંતી એ સમૃદ્ધિ અને સુખ ને જોડતી અગત્યની કડી છે. માટે માનવી જો શાંતી ને પામી લે તો સમૃદ્ધિ અને સુખ બંને આપો-આપ જ મળી રહે છે. અત્યારે વીજળી માત્ર બાર કલાક માટે મળે નહીં તો શું થાય? માત્ર કોઈ ઇલેક્ટ્રિક ફોલ્ટના કારણસર વીજળી થોડા સમય માટે નહીં તો આપણે સૌ બે-હાલ થઈ જાય છીએ. તો આવું જ મોબાઈલ વગર પણ બને છે. મોબાઇલ જીવનમાં પ્રાપ્ત કરવા માટે અત્યંત જરૂરી છે. પણ દુર ઉપયોગ થવાથી જીવનનો વિનાશ પણ થાય છે. આવી ઘણી બધી ઘટનાઓ મોખરે છે.

મનની શાંતિ ક્યારે મળે, જ્યાંરે દુનિયાના ઘણા સંપર્કો તોડીને પ્રકૃતિ સાથે સંપર્ક થાય ત્યારે મનની ભરપુર શાંતિ પ્રાપ્ત થાય છે. વહેલી સવારનું પ્રકૃતિનું વાતાવરણ,ગાઢ જંગલો વચ્ચે વહેલી સવારે જયારે ઝાકળ પ્રસિદ્ધ હોય, સમગ્ર વૃક્ષોના પર્ણો ઉપર પાણીના મોતી જેવા બુંદ હોઈ, સહેજ પવન આવત પાનો હસતા હોય તેવી રીતે હલન-ચલન કરતા હોય, નદી અને ઝરણાં માં વહેતું પાણી પથ્થર પર પડે અને એક મધુર સંગીત ઉત્પન્ન કરતું હોય, સુરજદાદા જરા-જરા પૃથ્વી ઉપર પથરાતા હોય આ સમયનું ક્ષણભર વાતાવરણ માનવીને ભરપૂર શાંતિ અને પ્રફૂલ્લીત્તા અપાવી જાય છે. ખરેખર જરા કલ્પના કરીએ તો પણ પ્રકૃતિની ક્ષણો માણવા માટે મનને ઘરે બેઠા જ ઘણી શાંતી અપાવે છે. કારણકે પ્રભુએ માનવીને શાંતી અપાવવા માટે જ પ્રકૃતિની રચના કરી છે. હવે આ પ્રકૃતિની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.

જ્યારે માનવીને એકલવાયું લાગે ત્યારે તેમની સાથે વાતો કરવા માટે, માનવી સાથે ખભેખભો મિલાવી જુસ્સો પૂરો પાડવા માટે, માનવીને શાંત કરવા માટે પ્રકૃતિ જ છે. શિયાળાનો સમય એટલે પ્રકૃતિના ઉત્સવનો સમય. કે જ્યારે પ્રકૃતી ઉત્સવ ઉજવતી હોય અને તેમનો લાભ મનુષ્યને મળે તેવો સોના જેવો સમય એટલે શિયાળાનો સમય.

પ્રકૃતિ માનવીના મનને શાંતિ શા માટે આપી શકે છે? કારણ કે પ્રકૃતિ એ જ ઈશ્વર સાથે માનવીને મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે. પ્રકૃતીના માધ્યમથી માનવી ઈશ્વર સુધી પહોંચી શકે છે. સવારના સમયમાં પક્ષીઓ કલ-બલાટ કરતા જોઈને આપણું મન 50 % શાંતિ અનુભવ છે. પ્રકૃતિ એટલે દરેકને જીવસૃષ્ટિનો સંગમ કરતું શ્રેષ્ઠ પરિબળ છે. જ્યાં માત્ર ઈશ્વરની ઇચ્છા મુજબ કાર્ય થાય છે. જીવનના બોધપાઠ મેળવવા માટે પ્રકૃતિ શ્રેષ્ઠ છે. કોઈક કીડી માનવીને શીખવી જાય છે કે. પરિશ્રમથી જ ભવ્ય સફળતા મળે છે. તો કોઈ પક્ષી શીખવી જાય છે કે, માનવી સુઈ ગયા પછી તેમનું સંતુલન ઈશ્વર પાસે છે. તો બીજી તરફ કોઈ સિંહ શીખવી જાય છે કે; જીવન જીવવું તો વિરો ની જેમ જીવવું. પ્રકૃતિનો કણે-કણે માનવીને જીવન જીવવા માટે અમૂલ્ય જ્ઞાન શ્રણભરમાં પ્રમાણમાં સમજાવી જાય છે.

તો આપણે સૌ સાથે મળીને પ્રકૃતિને માણીએ,જીવનના બોધપાઠ મેળવીયે અને ઈશ્વરની નજીક જવાની કોશિશ કરીએ.. પ્રકૃતિની જાળવણી કરવામાં સૌ સાથે મળીને આપણું યોગદાન આપીએ. વન્દે માતરમ્

:- જેનીશ આર. ભાયાણી

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: