ભારતની આ નદીમાં પાણીની સાથે સોનું વહે છે

ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવે છે.ભારતમાં અસંખ્ય નદીઓ ઉત્તર અને દક્ષિણમાં વહે છે અને ઘણીખરી નદી વિષે આપણને અલગ અલગ કથા સાંભળવા મળે છે. ગંગા નદીને સૌથી પવિત્ર નદી કહેવામાં આવે છે જેના વિશે તો દરેક વ્યક્તિ જાણે છે પણ બહુ જ ઓછા લોકો એ વાત જાણતા હશે કે ભારતમાં જ એક એવી નદી જે પોતાની અંદર સોનું લઈને વહી રહી છે.

ભારતના ઝારખંડમાં સોનું આપતી સુવર્ણ રેખા નામની નદી વહે છે.લોકો નદીમાંથી રેતી અથવા તો માછલી પકડીને ગુજરાન ચલાવતા હોય છે પરંતુ આ નદીમાં સોનાના કણ મળતા હોવાથી અહીંના સ્થાનિક લોકો માછલી નહી સોનું શોધે છે.આમ તો રેતીમાંથી સોનું કાઢવાની પ્રક્રિયા ખૂબ જટિલ છે, તેમ છતાં ગ્રામજનો આ કાર્યમાં રોકાયેલા છે.

કેટલાક પરિવારના લોકો તો પેઢી દર પેઢી આ જ કામ કરે છે અને ગુજરાન ચલાવે છે. આ નદી બારમાસી નથી તેમ છતાં પાણીનો ચોકકસ જથ્થો અનેક સ્થળે વહેતો જોવા મળે છે. ચોમાસામાં પૂરની સ્થિતિને બાદ કરતા આ નદીમાંથી સોનું શોધવાનું કામ સતત ચાલતું રહે છે.

સુવર્ણરેખા નદીની લંબાઇ ૪૭૪ કિમી છે અને તેની સહાયક નદી ‘કરકરી’ છે આ નદી પણ સોનાના કણ ધરાવે છે. લોકોનું કહેવું છે કે સોનાના કણ કરકરી નદીમાંથી જ આવે છે. તે રાચીના નગડી ગામના રાનીચુઆ સ્થળે નિકળે છે. તેનો મોટા ભાગનો માર્ગ જંગલો અને પહાડી વિસ્તાર છે.સુવર્ણરેખા નદી ઝારખંડમાં સિહભૂમિ જિલ્લામાં પ્રવેશીને ત્યાંથી ઓરિસ્સામાં અને આગળ પશ્વીમ બંગાળના બાલેશ્વર પાસે બંગાળની ખાડીને મળે છે.

જોકે, નદીમાં સોનું મળી આવવું એ એક રહસ્ય છે. અનેક સંશોધનો છતાં પાણીમાં સોનાના કણ કેવી રીતે આવે છે તે જાણી શકાયું નથી. આમ તો સોનું શુદ્ધ સ્વરૂપમાં હોય નહીં, તેમાં અનેક પ્રોસેસ કરવી પડે છે.

જયારે અહીં પીળા રંગનું તૈયાર હોય તેવું સૌનું કેવી રીતે મળે છે તે પણ નવાઇ ઉપજાવે છે.એવું મનાય છે કે નદીનો પ્રવાહ અનેક પ્રકારના પથ્થરોમાંથી વહે છે. આથી પાણી અને પથ્થરનું ઘર્ષણ થવાથી સોનાના કણ છુટા પડે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: