નોખી માટીના નોખા મહામાનવ એટલે અમરેલીના પનોત પુત્ર શ્રી દિલીપભાઈ સંઘાણી

આર.એસ.એસ. અને ભારતિય જનસંઘથી લઈ ભાજપનાં પાયાની ઈંટ સમાન લાંબી સફર દરમ્‍યાન અમરેલી વિસ્‍તારનાં એવા દિલીપભાઈ સંઘાણી પોતાના કોલેજ અભ્‍યાસકાળથી જ સેવાકિય, સહકાર, સહયોગ, તેમજ જરૂરીયાતમંદને મદદરૂપ થવાની હૃદયપૂર્વક ભાવના અવિરતપણે જાળવી રાખેલ છે, સાથોસાથ પરંપરાગત અને વારસાગત રીતે પણ તેમના પરિવારમાં સેવાકિય પ્રવૃત્તિની કેડી કંડારતા બાપ જેવા બેટા અને વડ જેવા ટેટાની કહેવત સાર્થક કરી બતાવીને તેમના સુપુત્ર મનિષ સંઘાણીને પણ યુવાવયથી જ સહકાર અને સેવાકિય પ્રવૃત્તિઓ સાથેજોડી દીધેલ છે.

આંખે ઉડીને નજરે તરે તેવી અનેક જરૂરીયાતમંદ ગરીબ પરિવારોને ઈશ્‍વરનાં માઘ્‍યમ બનીને આરોગ્‍યલક્ષી, શૈક્ષણિક રીતે મદદરૂપ થનાર દિલીપભાઈ સંઘાણી ભાજપને હંમેશા પાર્ટી નહીં, પણ પરિવાર જ માને છે, સમસ્‍ત માનવજીવનને સેવાકિય પ્રવૃત્તિઓમાં પ્રોત્‍સાહિત થવા તેમજ અનુકરણ કરવાં જેવું ઉમદા ઉદાહરણની અનુભૂતિ જેવી અનુભૂતિ એક કેન્‍સર પીડિત દર્દીને થયેલ છે.

માત્ર બે દીકરીઓવાળા પરંપરાગત તેમજ વારસાગત રીતે આર.એસ.એસ., ભારતીય જનસંઘ અને ભાજપનાં અદના ાર્યકર સિનિયર સીટીઝનને કેન્‍સર થયું છે, એવા સમાચાર દિલીપભાઈ સંઘાણીને પ્રાપ્‍ત થતાં જ તેમણે તે પરિવારનાં મોભી એવા દર્દીને તાત્‍કાલિક સારી સુવિધા સભર સારવાર મળી રહે, તે સર્વાંગી રીતે મદદરૂપ થઈને દર્દીને નવજીવન આપીને પોતે ઈશ્‍વરીય શકિતનાં માઘ્‍યમ બનીને જીવનદાતા બનવાનાં હક્કદાર બન્‍યા છે, સાથોસાથ તેમના પરિવારની બે દીકરીઓનાં ભાઈ બનીને તમામ કૌટુંબિક, સામાજિક, વ્‍યવહારિક પ્રસંગોની જવાબદારી પણ તેમણે ઉપાડી લીધી હોવાનું જણાવેલ છે, હરહંમેશ દર્દીની તબિયતનાં સમાચાર પૂછે, ત્‍યારે તેમના સૂરભર્યા અવાજ માત્રનો રણકો પરિવારને આનંદવિભોર બનાવી દે છે.અમરેલી અને ગુજરાત રાજય સહિત રાષ્‍ટ્રિય તેમજ આંતરરાષ્‍ટ્રિય કક્ષાએ કૃષિ, સહકાર, ડેરી,પશુપાલનનાં વ્‍યવસાય અને સર્વાંગી વિકાસનાં મૂળભૂત વૈજ્ઞાનિક સિઘ્‍ધાંતોને એક જ માળામાં સર્વે મણકાને પરોવીને સંલગ્ન જરૂરી અદ્યતન સુધારાઓ, સુવિધાજન્‍ય શૈક્ષણિક સંસ્‍થાનો ઉભા કરી, વર્તમાન સમયમાં પાર્ટીની જવાબદારીઓ સહિત, નાફસ્‍કોબ ચેરમેન, ગુજકોમાસોલ ચેરમેન તેમજ ઈફકો ફર્ટીલાઈઝર જેવા મહાવિશાળકાય કો-ઓપરેટીવ ઉદ્યોગનાં વાઈસ ચેરમેન સહિત રાષ્‍ટ્રીય કક્ષાની મોટાભાગની વિશાળ પ્રભુત્‍વ ધરાવતી સહકારી સંસ્‍થાઓમાં વિવિધ પ્રકારની જવાબદારીઓ સાથે અવિરતપણે જોડાયેલા છે, જે તેમની ટોચની સર્વાંગી વિકાસલક્ષી વિચારધારા અને પ્રવૃત્તિની ફલશ્રુતીનો લાભ સમગ્ર વિશ્‍વને આજે મળી રહૃાો છે, જે અમરેલી વિસ્‍તારનાં નાગરિકોએ ગર્વ લેવા જેવું છે.

આ બધી જ પ્રવૃતિઅમાં સતત તેમને પ્રોત્‍સાહિત કરનાર તેમના પરિવારજનો સર્વ શ્રીમતિ ગીતાબેન સંઘાણી, .મનિષભાઈ સંઘાણી, પૂનમબેન, મેઘાબેન તેમજ પુત્રવધુ શ્રીમતિ ધારાબેન સંઘાણીને સો-સો સલામ સાથે કદી પણ ભૂલાય તેમ નથી, અમરેલી વિસ્‍તારનાં સર્વાંગી નાગરિક હીતલક્ષી વિકાસની સતત ચિંતા કરવાની સાથોસાથ દિલીપભાઈ સંઘાણી, ધીરૂભાઈ વાળા, શૈલેષભાઈ પરમાર, અશ્‍વિનભાઈ સાવલીયા અને હંમેશા સહયોગી બનનાર તેમની સંસ્‍થાઓનાં પદાધિકારીઓ, અધિકારી ગણ તેમજ અ.જિ.મ.સ. બેન્‍કનાં જનરલ મેનેજર બી.એસ.કોઠીયા,એ.ટી. જોષી, ઓફિસ પી.એ. રૂઝુલભાઈ ગોંડલીયા, રમેશભાઈ શિંગાળા સહિત સ્‍ટાફ પરિવારનાં રસિકભાઈ બુમતરીયા, ભવદીપભાઈ માંજરીયા, નિરૂદાન ગઢવી સહિત સૌને ધન્‍યવાદ આપવા સહિત આભારની લાગણી વ્‍યકત કરતાં રાષ્‍ટ્રશકિત એકતા મંચ – અમરેલી જિલ્‍લાનાં મહામંત્રી અને ભાજપ પરિવારનાં સી. બી. ગોહિલ અને તેમના પરિવારજનોની અખબારી યાદીમાં જણાવેલ છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: