ચંપલ વગર મારું બાળપણ પસાર કર્યું હતું. ધોતી પહેરીને કોલેજ જતા ખેતી કરતા હતા

ખુદ સિવાન કહે છે હલોપગરખા કે ચંપલ વગર મારું બાળપણ પસાર કર્યું હતું. ધોતી પહેરીને કોલેજ જતા ખેતી કરતા હતા. ગણીતમાં 100% ટકા માર્કસ આવતા હતા

પોતાના ખેતરમાં ઉઘાડા પગે કામ કરવા માંડીને વિશ્વની સૌથી મોટી અવકાશ એજન્સી ઇસરોના વડા બનવાની કે સિવાનની ગાથા પ્રેરણાદાયી છે. કે સિવાનનું આખું નામ ડૉ. કૈલાસાવડિવ સિવાન પિલ્લાઈ છે. ૧૪ એપ્રિલ ૧૯૫૭ના રોજ જન્મેલા કે સિવાન સ્પેસ ડિપાર્ટમેન્ટ અને ચેરમેન ઓફ સ્પેસ કમિશન તથા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશના સચિવ છે. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના પૂર્વ ઠિરેક્ટર સિવાન રોકેટમેન તરીકે જાણીતા છે તેમણે ભારતના સ્પેસ પ્રોગ્રામ માટે ક્રાયોજેનિક એન્જિનના વિકાસમાં નોધપાત્ર યોગદાન આપ્યું છે. કે. સિવાન ૧૯૮રની સાલમાં ઇસરોમા જોડાયા હતા તથા ત્યાર પછીના રોકેટના તમામ પ્રોગ્રામમાં જોડાયા હતા. જાન્યુઆરી ૨૦૧૮માં ઇસરોના વડા બનતા પહેલાં તેઓ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ચીફ હતા. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર રોકેટનું નિર્માણ કરે છે. કે સિવાન ઇસરોના રોકેટમેન તરીકે જાણીતા છે. તેમણે ૧૦૪ સેટેલાઇટ લોન્ચમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રોકેટ નિષ્ણાત હોવા છતાં પણ સિવાનને તમિલ ક્લાસિકલ ગીતો સાંભળવાનો તથા પોતાના બગીચામાં માળીકામ કરવાનો શોખ છે.

સિવાન તેમના પરિવારના પહેલા ગ્રેજ્યુએટ
ઇસરો ચીફ ખુબ જ સામાન્‍ય પરિવારના છે. તેમના પિતા ખેડુત હતા,સિવાન તેમના પરિવારના પહેલા ગ્રેજ્યુએટ છે. તેમણે પોતાના ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે નાગરકોઈલની હિંદુ કોલેજમાંથી ગ્રેજ્યુએટ કયું હતું. સિવાને ૧૯૮૦માં મદ્રાસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટૅકનોલોજીમાથી એરોનોટિકલ એન્જિનિયરિંગમાં સ્તાનક ડિગ્રી મેળવી હતી. ૧૯૮૨માં આઈઆઈએસસીમાંથી એન્જિનિરિંગની માસ્ટર ડિગ્રી મેળવી ૨૦૦૬માતેમણે આઇઆઇટીબોમ્બેમાથી એરોસ્પેસએન્જિનિયરિંગમા પીએચડીની ડિગ્રી મેળવી હતી. ખુદ સિવાન કહે છે કે, પગરખા કે ચપલ વગર મેં મારું બાળપણ પસાર ક્યું છે. હુ કોલેજ સુધી ધોતી પહેરતો હતો. એમઆઇટીમાં દાખલ થયો ત્યારે હું પહેલી વાર પેન્ટ પહેરતા શીખ્યો હતો.

સિવાનની સિદ્ધિઓ:
કે. સિવાન ૧૯૮રની સાલમાં ઇસરોના પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલમાં જોડાયા હતા અને મિશનનું તમામ પ્લાનિંગ, મિશનની ડિઝાઇન અને એનાલિસિસમા મહત્ત્વનું યોગદાન આપ્યુ હતું. સિવાને ડે ઓફ લોન્ચ વાઇન્ડ બાયસિંગ સ્ટેટૅેજીને વિકસિત કરી હતી. આ સ્ટૅટેજી હવામાનની કોઈ પણ સ્થિતિમાં રોકેટના લોન્ચને સક્ષમ બનાવે છે. સિવાનને પોતાની કારકિર્દી દરમિયાન વિવિધ પુરસ્કારો મળ્યા છે જેમા ડોક્ટર ઓફ સાયન્‍સ સામેલ છે. તેમને ઇસરોના મેરિટ એવૉર્ડ, બિરેન રોય સ્પેસ સાયન્સ અને ડિઝાઇન એવોર્ડ સહિતના ઘણા પુરસ્કારો મળેલા છે

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: