અમરેલીના દુધાળા ગામે CM રૂપાણીએ સવજીભાઇ ધોળકિયાના નારણ સરોવરના લોકાર્પણ પ્રસંગે વોટર સ્પોર્ટ્સ રાઈડ કરી

અમરેલી જિલ્લાના દુધાળા ગામે નારણ સરોવરના લોકાર્પણ પ્રસંગે વોટર સ્પોર્ટ્સ રાઈડ કરી પાણીના વધામણાં કરી નારણ સરોવરનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી હસ્તે કરાયું.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર જળસંચય કાર્યક્રમ ચલાવી રહી છે. આ કાર્યક્રમના આધારે સરકાર ગામના જૂના તળાવને ઊંડા કરીને વરસાદના પાણીનો વધારે ને વધારે સંગ્રહ કરવાનું કામ કરી રહી છે. જો કે કેટલાક એવા ગામો પણ છે જ્યાંના તળાવોને ઊંડા કરીને પાણીનો સંગ્રહ કરવાનું બીડું ગુજરાતના નામી વેપારીઓએ ઉઠાવ્યું છે.

આ એજ જગ્યા છે જ્યાં 1 વર્ષ અગાઉ સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડા કરેલ ત્યારે એક પણ ટીપું પાણીનું ના હતું આજે એજ જગ્યાએ તળાવ વરસાદના પાણીથી છલોછલ ભરાયેલ છે.

જુના તળાવો ઉંડા કરવાના જળસંચયના ભગીરથ કામ કરાયા બાદ જે તળાવમાં એક પણ ટીપું પાણી ના હતું એવા તળાવો વરસાદના કારણે પાણીથી છલોછલ ભરાઇ ગયા છે. અમરેલી જિલ્લાના દુધાળા ગામે નારણ સરોવરના લોકાર્પણ પ્રસંગે વોટર સ્પોર્ટ્સ રાઈડ કરી પાણીના વધામણાં કરી નારણ સરોવરનું લોકાર્પણ કર્યું હતું.

સુજલામ્ સુફલામ્ જળ અભિયાન

આ અવસરે મુખ્યમંત્રીની સાથે સાવજી ધોળકિયાએ તળાવમાં સ્પીડ બોટની મજા માણી હતી. ઉલ્લેખનીય છે કે વીતેલા કેટલાક મહિનામાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું તે ફક્ત 8 ટકા વરસાદનું પાણી જ સાચી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે અને હાર્વેસ્ટિંગ કરવામાં આવે છે. આ રીતે જોવામાં આવે તો 90 ટકાથી વધારે વરસાદનું પાણી વહી જાય છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી. દેશમાં જે રીતે જળસંકટ છે તેના આધારે વર્ષા જળ સંરક્ષણ મહત્વનું છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: