આ ટ્રેનો અદભૂત અને આલીશાન છે, આમાં ભારતની ટ્રેનનો પણ થયો છે સમાવેશ

ટ્રેનમાં સફર કરતી વખતે આરામદાયક અને રોયલ અનુભવ મેળવવા માટે દુનિયામાં ઘણી એવી શાનદાર ટ્રેનો છે જેમાં તમે સફર કરી શકો છો. સૌથી આલીશાન ટોપ 5 ટ્રેનોમાં ભારતની ટ્રેનનો પણ સમાવેશ થાય છે. એક સર્વે મુજબ આલીશાન ટ્રેનોના લીસ્ટમાં ક્યાં દેશની કઈ ટ્રેનનો સમાવેશ થયો છે તે જાણીએ.

દુનિયાની સૌથી લક્ઝરી ટ્રેનોમાં પહેલા નંબર પર ‘ઇસ્ટર્ન એન્ડ ઓરિએન્ટલ એક્સપ્રેસ’નું નામ આવે છે. આ ટ્રેન સિંગાપુરથી મલેશિયા અને થાઇલેન્ડ સુધીની સફર કરે છે. આ ટ્રેન પેસેન્જરને રોયલ અનુભવ આપે છે.

લક્ઝરી ટ્રેનોમાં બીજા નંબર પર સાઉથ આફ્રિકાની ‘બ્લુ ટ્રેન’ છે. આ ટ્રેન મહિનામાં 8 વખત પ્રીટોરિયાથી કેપટાઉન સુધી ચાલે છે. ‘બ્લુ ટ્રેન’માં દરેક સુખ સુવિધાઓ સાથે સૌથી સારી સેવાઓ મળી રહેતી હોવાથી તેને ‘5 સ્ટાર હોટલ ઓન વ્હીલ’ પણ કહેવામાં આવે છે.

આફ્રિકાની જ બીજી રોવોસ રેલ તેની રાજસી સુવિધાઓ માટે જાણીતી છે. ખુબ આરામદાયક અને શાનદાર અનુભવ આપતી આ ટ્રેનને ત્રીજા નંબર પર સ્થાન મળ્યું છે. રોવોસ રેલ પાસે આફ્રિકાનું સૌથી વિશાળ ટૂરિસ્ટ ટ્રેન નેટવર્ક છે.

ભારતની ‘મહારાજા એક્સપ્રેસ’ ટ્રેનમાં સફર કરતી વખતે તેના નામ પ્રમાણે જ મહારાજા જેવો અનુભવ થાય છે. આ ટ્રેનને દુનિયાની શ્રેષ્ઠ ટ્રેનોમાં ચોથું સ્થાન મળ્યું છે. દિલ્હીથી મુંબઈ વચ્ચે સફર કરાવતી આ ટ્રેન સુખ સુવિધાઓથી સમૃધ્ધ છે.

યૂરોપ અને તુર્કી વચ્ચે ચાલતી ‘ઓરિએન્ટ એક્સપ્રેસ’ શાનદાર ટ્રેનોમાં પાંચમાં નંબર પર સ્થાન ધરાવે છે. આ ટ્રેનમાં લક્ઝરી સાથે મનોરંજન માટે પિયાનો વગાળનાર પણ હોય છે. ટ્રેનમાં સફર કરતી વખતે એક સંગીતમય સફર આપે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: