મોટર વ્હીકલ એક્ટ ના લાગુ દંડમાં રાહત ને લઈને ગુજરાત સરકારને વિચારણા કરવાની જરૂર ઊભી થઈ

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવાની છે, ગુજરાતમાં જંગી દંડની વસૂલાતનો અમલ આગામી દિવસોમાં શરૂ થવાનો છે, ત્યારે સામાન્ય લોકોમાં અમલ પહેલા જ રોષ જોવા મળી રહ્યો છે. જેથી લોકો સોશિયલ મીડિયાના સહારે ગુજરાતની જનતા મોટર વ્હીકલ એક્ટનો ઉગ્ર વિરોધ કરી રહી છે, ત્યારે ગુજરાત સરકાર આ એક્ટ લાગુ કરવા અંગે અવઢવમાં છે. જેને પગલે CM હાઉસમાં યોજાયેલી હાઈ લેવલ મીટિંગ અનિર્ણિત રહી હતી. આ અંગે આજે મળનારી બેઠક પણ મુલતવી રાખી છે.

ટ્રાફિકના નિયમનો ભંગના કિસ્સામાં ભારત સરકારના નોટિફિકેશન મુજબ દંડની રકમમાં સુધારો કરવા CM હાઉસમાં મુખ્યમંત્રી રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ચીફ સેક્રેટરી ડો.જે.એન.સિંધ, વાહન વ્યવહાર અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની શુક્રવારે સાંજે બેઠક મળી હતી. જેમાં કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. આ બેઠકમાં જૂના અને નવા નિયમો વચ્ચેના તફાવત, અન્ય રાજ્યોમાં નવા નોટિફિકેશન સંદર્ભે ચાલી રહેલી કવાયત તેમજ રાજ્યમાં ટ્રાફિક નિયમોના ભંગ સબબ નોંધાયેલા ગુના અને દંડ વસૂલાતની સ્થિતિ સંદર્ભે સમીક્ષા કરાઈ હતી. જેના આધારે દરખાસ્ત તૈયાર કરવા મુખ્યમંત્રી સ્તરેથી વાહન વ્યવહાર અગ્રસચિવને સૂચના અપાઈ છે.

રવિવારે ઓટો રિક્ષા ડ્રાઈવર એક્શન કમિટીએ તાકીદની મિટિંગ બોલાવી છે, કમિટીનું કહેવું છે કે, જંગી દંડ સામે રિક્ષા ચાલકોમાં ભય ફેલાયો છે, આગામી 10મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવાનું પણ નક્કી કરાયું છે. જો સરકાર કોઈ નિર્ણય નહિ કરે તો રાજ્યવ્યાપી રિક્ષા હડતાળની પણ ચીમકી ઉચ્ચારી છે.

CMને કોંગ્રેસનો પત્ર ગુજરાત કોંગ્રેસે શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં ટ્રાફિક નિયમન, અકસ્માત નિવારણ માટે દંડનીય રકમ નાગરિકો પર લાગુ પાડતાં પહેલાં ગુજરાત વહીવટી તંત્રની બેજવાબદારી પર દંડનીય રકમના નિયમો જાહેર કરવાની માગણી કરી છે.

પોસ્ટ સ્ત્રોત : દિવ્ય ભાસ્કર

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: