સૂર્ય પ્રકાશમાં ફરવાથી ડાયાબીટીસમાં રાહત રહે છે. : આ રહ્યાં એના કારણો

ડાયાબીટીસના દર્દીઓ માટે ગુડ ન્યુઝ છે. સૂર્ય પ્રકાશમાં ફરવાથી ડાયાબીટીસમાં રાહત રહે છે. મુંબઈ સહીત દેશના અનેક શહેરોમાં ડાયાબીટીસને લઈને એક અભ્યાસ અનુસાર 84.2 ટકા ડાયાબીટીસ ટાઈપ 2 અને 82.6 ટકા હાઈપરટેન્શન દર્દીઓમાં વિટામીન ડીની કમી બહાર આવી હતી. વિશેષજ્ઞો અનુસાર દેશની 90 ટકા વસ્તી વિટામીન ડીની સમસ્યાથી પરેશાન છે.

સ્ટડી કરનાર ડો. પી.જી.તલવલકરે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધી ડાયાબીટીસ અને વિટામીન ડીની કમીને લઈને કોઈ અભ્યાસ નહોતો થયો. સ્ટડીમાં અમને ડાયાબીટીસ અને વિટામીન ડી વચ્ચે સંબંધ જોવા મળ્યો છે.

ડો. બી.એસ.રાજપૂતે જણાવ્યું હતું કે વિટામીન ડી અને ડાયાબીટીસને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે કંઈક અભ્યાસ થયો છે, જેનો પ્રારંભીક રીપોર્ટ દર્શાવે છે કે વિટામીન ડીની કમીના કારણે ટાઈપ-2 ડાયાબીટીસ થવાની સંભાવના વધુ હોય છે. મુંબઈ જેવા શહેરોમાં વિટામીન-ડીની સમસ્યા વધુ છે. અહી મોટાભાગના લોકો ઓફીસમા રહેવા અને સવારે સુર્યપ્રકાશ ન લેવાના કારણે વિટામીન ડીની સમસ્યા વધી રહી છે. આ સ્થિતિમાં દૂધથી બનેલી વસ્તુઓના બદલે લીલા શાકભાજી ખાવા જોઈએ.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: