નર્મદા ડેમ સૌ પ્રથમવાર 136.01 મીટરે ઐતિહાસિક સપાટીએ

નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં 7 ઠૃી સપ્ટેમ્બર, 2019ને શનિવાર નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 136.01 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી,હાલ ડેમના 15 દરવાજા ખોલાયા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે,6 ઠૃી સપ્ટેમ્બરના રોજ બપોરના 1:00 વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં 3,38,813 ક્યુસેક પાણીના ઇનફલો સામે 1,25,499 ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો.જ્યારે 7મી સપ્ટેમ્બરે નર્મદા ડેમના ઉપરવાસ માંથી પાણીની વિપુલ આવક થતા સપાટી પ્રથમ વાર 136.01 મીટર પર પહોંચી છે.હાલની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા ડેમમા 4.25 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.20 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 4870 MCM પાણીની લાઈવ સ્ટોરેજ જથ્થો છે.

9 મી ઓગષ્ટ, 2019 ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે 6 યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને 6 સપ્ટેમ્બર, 2019 ના રોજ સવારના 8:00 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા 27.504 મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે.જ્યારે C.H.P.H કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ 50 મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં 24 કલાક દરમિયાન 4580 મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયેલુ છે.કેવડિયાનો ગોરા બ્રિઝ પર પાણી ફરી વળતા રાહદારીઓ માટે બ્રિઝ બંધ કરાયો છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: