ISRO ના ચીફ કે.સિવન ની બાયોગ્રાફી

ચંદ્રયાનનું વિક્રમ લેન્ડર વેંત છેટેથી ચંદ્ર પર પહોંચતા રહી ગયું એમ કહી શકાય. ભારત માટે આ ક્ષણ અમુક સમય સુધી પચાવવી અઘરી હતી. ISROના ચીફ કે.સિવન પણ તેમની લાગણી કાબૂમાં ન રાખી શક્યા અને PM મોદીના ખભે માથુ ટેકાવી રડી પડ્યા હતા. તાદાત્મ્ય સાથે આ મિશનમાં લાગેલા ઇસરોના દરેક વૈજ્ઞાનિકો અને વર્તમાન ચીફ કે. સિવનની મહેનતને કોઇ રીતે ઓછી આંકી શકાય એમ નથી. શાળામાં અભ્યાસ કરતી વખતે તેમની પાસે પહેરવા પેન્ટની જોડી પણ ન હતી. તેઓ ધોતી પહેરીને અભ્યાસ કરતા હતા. પહાડ જેવી મુશ્કેલીઓ સામે તેઓ ઝઝુમતા રહ્યા.આજે ખેડૂતના પુત્ર સિવનના જીવનની યાત્રાની એક ઝલક માણો.

 

સરકારી સ્કૂલમાં ભણી પરિવારમાં પહેલા ગ્રેજ્યુએટ બન્યા

કન્યાકુમારીના તરક્કનવિલાઇ ગામમાં એક ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તમિલ માધ્યમમાં સરકારી શાળામાં અભ્યાસ પૂરો કર્યો.  નાનપણથી જ તેઓ ખૂબ મહેનતુ હતા અને કોઇ પણ પ્રકારના ટ્યુશન વિના તેમના પરિવારમાં તેઓ પહેલા ગ્રેજ્યુએટ બન્યા.

1980માં તેમણે એરોનોટિકલ એન્જિનિઅરીંગમાં બેચલર ડીગ્રી મેળવી. આ ડિગ્રી મદ્રાસ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી મેળવી હતી. IISC બેંગલુરુમાંથી એરોસ્પેસ એન્જિનિઅરીંગમાં માસ્ટર્સનો કોર્સ પૂરો કર્યા બાદ 1982માં ISROમાં જોડાયા. ઇસરોમાં તેઓ PSLV પ્રોજેક્ટના સભ્ય હતા જ્યાં તેમણે મિશનના ડિઝાઇનીંગ, પ્લાનીંગ અને વિશ્લેષણમાં યોગદાન આપ્યું.

ત્રણ દાયકાના કરિયરમાં સિવને GSLV, PSLV, GSLV Mk3 અને અન્ય રોકેટના પ્રોજેક્ટ પર કામ કર્યું. 2006માં તેમણે IIT મુંબઇથી પીએચડીની ડિગ્રી મેળવી . 2014માં તેમને સત્યભામા યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં માનદ ડોક્ટરેટની ઉપાધિ આપવામાં આવી હતી.

અંતરિક્ષ વિજ્ઞાનમાં તેમના યોગદાન બદલ તેમને ઘણા એવોર્ડ મળ્યા છે. તેમાં શ્રી હરિઓમ આશ્રમ પ્રેરિત ડો. વિક્રમ સારાભાઇ રિસર્ચ એવોર્ડ(1999), ઇસરો મેરિટ એવોર્ડ(2007), અને ડો. બિરેન રોય સ્પેસ સાયન્સ એવોર્ડ(2011) સહિતના એવોર્ડ સામેલ છે. તેમણે Integrated Design for Space Transportation System નામથી એક પુસ્તક 2015માં પ્રકાશિત કર્યું હતું.

ISROના ચેરમેન બન્યા પહેલા તેઓ થિરુઅનન્તપુરમ સ્થિત વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા. ચેરમેન પદની સાથે તેમને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના સેક્રેટરી અને સ્પેસ કમિશનના ચેરમેનનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો છે.

ફેબ્રુઆરી 2017માં ભારતે PSLVની એકજ ફ્લાઇટમાં એકસાથે 104 સેટેલાઇટ લોન્ચ કરીને વિશ્વવિક્રમ સર્જ્યો હતો. આ રેકોર્ડ સર્જવામાં સિવને મુખ્ય ભૂમિકા નિભાવી હતી. રોકેટમાં સેટેલાઇટની ગોઠવણી કેવી રીતે કરવી તે અંગે સિવને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

એક સંવાદમાં તેમણે કહ્યું હતું – અમને અભ્યાસની સાથે ખેતરમાં પણ કામ કરવું પડતું હતું. મારા પિતા ખેડૂત હતા. તેઓ કેરીની ખેતીમાં પણ સંકળાયેલા હતા. રજાના દિવસોમાં અમે કેરી ઉતારીને તેમને મદદ કરતા હતા. જ્યારે હું ખેતરમાં હોઉં ત્યારે તેઓ કોઇ મજૂર બોલવતા નહીં.

પોસ્ટ સ્ત્રોત : દિવ્ય ભાસ્કર

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: