સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જતાં પ્રવાસીઓને રહેવાની સુવિધા માટે કેવડિયા કોલોની ખાતે ગેસ્ટ હાઉસનું નિર્માણ થશે

સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર છેલ્લા 11 મહિનામાં 22 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ત્યારે મોટાભાગના પ્રવાસીઓને રહેવાની સુવિધાના અભાવે એક જ દિવસમાં પરત થવું પડે છે. ત્યારે પ્રવાસીઓને રહેવાની સુવિધા મળી શકે તે માટે કેવડિયા કોલોની ખાતે 340 રૂમના ગેસ્ટ હાઉસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેને આગામી 31મી ઓક્ટોબરે પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.

નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધમધમાટ રહે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ 11 મહિનામાં 22 લાખ લોકોએ સ્ટેચ્યુની મુલાકાત લીધી છે. ત્યારે એક તરફ સ્ટેચ્યુની આસપાસ વિવિધ પ્રકલ્પો ઉભા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે કેવડિયા પંથકમાં રહેવાની સુવિધાના અભાવે લોકોને વધુ સમય માટે રોકાવા માટે મુશ્કેલી સર્જાય છે. મોટાભાગના મુલાકાતીઓ એક દિવસમાં જ ત્યાંથી પરત થઇ જતાં હોય છે. રેવા ભવન અને સર્કિટ હાઉસ અધિકારીઓથી ભરેલા રહે છે જેના કારણે પ્રવાસીઓને રહેવાની સુવિધા મળતી નથી ત્યારે સરકાર દ્વારા હવે કેવડિયા ખાતે એક બજેટ એકોમોડેશન તરીકે રાહત દરે પ્રવાસીઓને પરવડે એવા 470 રૂપિયા ભાડામાં એક રૂમ મળે તેવું 350 રૂમનું ગેસ્ટ હાઉસ બનાવવામાં આવી રહ્યું છે. જેનું આગામી 31 મી ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.

પ્રવાસીઓ માટે સુવિધાઓ સજ્જ ગેસ્ટ હાઉસ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં 350 રૂમો બનાવવામાં આવી રહ્યા છે. જેનું નામ બજેટ એકોમોડેશન રાખવામાં આવ્યું છે, સરકાર દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા કરી BSG નામના ગ્રુપ ને 30 વર્ષ માટે ભાડાપટ્ટે આપવામાં આવતાં તેઓ ગેસ્ટ હાઉસનું 30 વર્ષ સુધી સંચાલન સંભળાશે. 30 વર્ષ બાદ ગેસ્ટ હાઉસનું ફરી ટેન્ડરિંગ કરવામાં આવશે. હાલમાં ગેસ્ટ હાઉસના નિર્માણ બાદ પ્રવાસીઓને એક રૂમનું ભાડું 470 રૂપિયા તેમજ ટેક્ષ વસુલવામાં આવશે. કેવડિયા ખાતે પ્રવાસીઓ માટે 350 રૂમના ગેસ્ટ હાઉસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

હાલ સરકાર દ્વારા 350 જેટલા રૂમો બનાવવા માં આવી રહ્યા છે અને જે તમામ નોન એસી રૂમો બનશે પરંતુ તમામ રૂમો સુવિધા સજ્જ રહેશે. ગાર્ડન, વોકિંગ ટ્રેક સહિત કેન્ટીન પણ આ બજેટ એકોમોડેશનમાં રાખવામાં આવશે. જોકે આ સફળતા બાદ બીજા આવા ત્રણ એકોમોડેશન બનશે. જેમાં 50 ટકા એસી.અને 50 ટાકા નોન એસી રૂમો બનશે. આમ 1000 રૂમો બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: