કૂતરું કરડતાં વડોદરાના આધેડનો મ્યુનિ.કમિ.સામે ગ્રાહક કોર્ટમાં વળતર માટે નો દાવો

વડોદરામાં એક ટુ-વ્હીલર ચાલકે પગમાં શેરી કૂતરાએ બચકું ભરી લેતા ગ્રાહક કોર્ટમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર સામે ફરિયાદ આપી છે. શહેરના છાણી જકાતનાકા પાસે વિનાયક કોમ્પલેક્ષમાં સ્ટેશનરીની દુકાન ઘરાવતા રમેશ પરમાર પોતાની દુકાન બંધ કરીને ઘરે જતા હતા.

આ દરમિયાન તેમને કૂતરુંકરડી ગયું હતું.વડોદરાના છાણી ટીપી ૧૩ રસ્તાપર અચાનક જ તેમના ટુ-વ્હીલરપાછળ શેરીનું કૂતરું દોડ્યું હતું અને તેમના પગમાં બચકું ભરી લીધું હતું. કૂતરું કરડતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. રમેશભાઈને સારવાર મનપા વેરો વસૂલતી હોવાથી તે માલિક છે, રખડતાં કૃતરાંથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તેની જવાબદારી મનપાની ગણાય, કૂતરું કરડતાં વડોદરાના આધેડનો મ્યુનિ.કમિ.સામે ગ્રાહક કોટમાં વળતરેનો દાવો માટે તાત્કાલિક ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં ખસેડામાં આવ્યા હતા.

આ મામલે રમેશ પરમારે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા કૂતરા વેરા લેખે વાષિક પાંચ રૂપિયા વસૂલે છે. શેરીઓમાં કૂતરાઓ રખડેછે અને ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો પાછળ દોડે છે અને તેમને કરડે છે. આવી અનેક ઘટનાઓ સામે આવી છે.

એક જાગૃત નાગરિક તરીકે મેં ગ્રાહક કોર્ટમાં મ્યુનિસિપલ કમિશનર સામે ફરીયાદ નોંઘાવી છે. આપણે મનપાના ગ્રાહક છીએ. મનપા વેરો વસૂલે છે તેથી તે માલિક છે. રખડતા કૂતરાઓથી નાગરિકોને કોઇ મુશ્કેલીન પડે તેની જવાબદારી મનપાની છે.

મેં ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરીનેમાંગ કરી છે કે કૂતરૂ કરડવાથી મનેજે ઇજાઓ થઇ છે અને મને સારવારમાટે જ ખર્ચ થયો છે તેનું વળતળમને મળવું જોઇએ. આ અંગે મેયર જીગીષા શેઠેકહ્યું કે, અમે રખડતા કૂતરાઓનેલઇ નાગરિકોને પડતી મુશ્કેલીઅંગે ગંભીર છીએ.

આ ઘટનાં અંગે પણ તપાસ કરી યોગ્ય પગલા લેવામનપા સત્તાઘીશો કટિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે કૃતરૂ કરડવાથી કોઇ નાગરિકે મનપા સામે કોર્ટમાં કેસ કર્યો હોય તેવો વડોદરાનો આ પ્રથમ કેસ છે. આ મામલે હવે ગ્રાહકતકરાર નિવારણ ફોરમમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: