રાજકોટમાં માવાની પિચકારીએ એકસાથે ત્રિપલ અકસ્માત સર્જ્યો, એક મહિલાનું મોત

ગુજરાતમાં માવો કે મસાલાને કારણે અનેક લોકો કેન્સરનાં થઈ રહ્યા છે જેના કારણે લોકોનાં મોત નિપજ્યાં છે પરંતુ આજે એક એવો કિસ્સો બન્યો છે કે, જેમાં માવાને કારણે માવો ખાનાર નહીં પણ અન્ય કોઈ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય. આ વાત છે રાજકોટ સીટીની, જ્યાં એક કારચાલકની માવાની પિચકારી એક યુવતીનાં મોતનું કારણ બની હતી. ચાલુ કારે માવો થૂંકતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવતીનું મોત નિપજ્યું હતું.

રાજકોટના કુવાડવા રોડ ઉપર જુના જકાતનાકા પાસે બ્રહ્માકુમારીના દીદી પોતાનાં સ્કૂટર પર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક કારચાલકે ચાલુ કારે દરવાજો ખોલીને માવાની પિચકારી મારતો હતો. ત્યારે અચાનક કારચાલકે દરવાજો ખોલી દેતાં પાછળ આવતાં બ્રહ્માકુમારીના દીદીએ પણ અચાનક સ્કૂટરને બ્રેક મારી દીધી હતી. આ સમયે પાછળથી આવતી એસટી બસનાં ચાલકે દીદીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં દીદીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

માવાની પિચકારીને કારણે અકસ્માત સર્જાયા બાદ કારચાલક કાર ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ એસટી બસનો ડ્રાઈવર પણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. યુવતીના મોત બાદ બી ડિવિઝન પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે અને આરોપી કારચાલક અને એસટી બસનાં ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: