પંજાબના ગુરદાસપુર જિલ્લાના બટાલા ખાતે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ

મળતી માહિતી મુજબ પંજાબના ગુરદાસપુર જિલ્લાના બટાલા ખાતે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થતાં 21 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને 25 લોકો ભીષણ આગના કારણે ફસાયા હતા, સાથે જ આ દુર્ઘટનામાં 13 લોકો પણ ઘાયલ થયા છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ ખડે પગે બચાવ કાર્યમાં લાગી ગયો હતો પણ ઘટના સ્થળે ૨ ઈમારત હોવાથી લોકો ને બહાર કાઢવામાં મુશ્કેલી સર્જાઈ હતી. જોકે વિસ્ફોટનું કારણ હજી નક્કી થયું નથી.

એક સ્થાનિક રહેવાસીએ મીડિયાને કહ્યું, “ફટાકડા ફેકટરી આ વિસ્તારમાં ઘણા વર્ષોથી કાર્યરત છે. અમે સ્થાનિક વહીવટીતંત્રને સાત-આઠ વખત ફેક્ટરી વિરુદ્ધ ફરિયાદ કરી છે, પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.” વધુમાં જાણવા મળ્યું કે જાન્યુઆરી, 2017 માં આ વિસ્તારમાં આ પ્રકારનો વિસ્ફોટ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત અને ત્રણ ઘાયલ થયા હતા.

મુખ્યમંત્રી અમરિંદરસિંહે કહ્યું કે, જિલ્લા કલેકટર અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક સાથે રાહત પ્રયાસોનું નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે. અને ટ્વીટમાં કહ્યું કે “બટલામાં ફટાકડા ફેકટરીમાં થયેલા ધડાકાને કારણે થયેલા જાનહાની અંગેની તપાસ ચાલુ છે. ડીસી અને એસપીના નેતૃત્વ હેઠળ બચાવ કામગીરી ચાલુ છે.”

ગુરદાસપુરના સાંસદ સન્ની દેઓલે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને  ટ્વિટમાં જણાવ્યું કે “બટલા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટના સમાચાર સાંભળીને દુઃખ થયું. એનડીઆરએફ ટીમો અને સ્થાનિક વહીવટીતંત્રને બચાવ કામગીરી માટે દોડી આવ્યા છે,”

એનડીઆરએફ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અથવા એસડીઆરએફની ટીમો બચાવ કામગીરીને સહાય કરી રહી છે. વરિષ્ઠ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર પણ સ્થળ પર હાજર છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: