મુંબઈમાં પડી રહેલા મુશળધાર વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં કહેર મચાવી દીધો

મુંબઈમાં મંગળવારથી પડી રહેલા મુશળધાર વરસાદે બુધવારે શહેરના અનેક વિસ્તારોમાં કહેર મચાવી દીધો હતો. પાલઘર જિલ્લાનાં નાલાસોપારામાં ગટરમાં પડતાં 6 વર્ષના બાળકનું મોત થઇ ગયુ હતું. તો પાણી ભરાવાનાં કારણે માર્ગ અને રેલ્વે ટ્રાફિક ખોરવાઇ રહ્યો છે. જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે અને શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મીઠી નદી ઓવરફ્લો થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે. ગુરુવારે પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે ગુરુવાર માટે ઓરેંજ (કેટલાક સ્થળોએ ભારે વરસાદ) અને શુક્રવાર અને શનિવાર માટે લાઇટ ગ્રીન (હળવા વરસાદ)ની ચેતવણી આપી છે. છેલ્લા અપડેટ પ્રમાણે શહેરનાં મોટા ભાગના વિસ્તારોમાં આ વરસાદનું પણી નીકળી ગયું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 24-48 કલાકમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. મુંબઇ સિવાય થાણે અને કોંકણ વિસ્તીરમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યનાં બાકીના વિસ્તારોમાં પરિસ્થિતિને આધારે જિલ્લા કલેક્ટરે નિર્ણય લેવા જણાવ્યું છે.

ઈન્ડિગો અને વિસ્તારા એરલાઇન્સ દ્વારા વરસાદનાં કારણે ફ્લાઇટ્સ પર થતી અસરની માહિતી આપી છે. ઈંડિગોએ લોકોને કેટલીક ફ્લાઇટ્સ રદ થવાની સંભાવનાને કારણે સ્ટેટસ ચેક કરવા વિનંતી કરી છે. એરલાઇન્સે જણાવ્યું છે કે, તમામ અસરગ્રસ્ત મુસાફરો માટેની બીજી ફ્લાઇટમાં વ્યવસ્થા કરવામાં આવી છે.એરલાઇન સ્ટાફ પણ પહોંચ્યો ન હતો, જેના કારણે ઈન્ડિગોની 24 ફ્લાઇટ્સ ઉડાણ ભરી શકી નથી.તો વિસ્તારાએ પણ ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવા જણાવ્યું છે.પાણી ભરાવાના કારણે ટ્રાફીક જામ થવાના કારણે જ્યાં ઓટો-ટેક્સીઓ ચાલવાનું બંધ થાઇ જાય છે, અથવા ભાડું બમણું કરી દેવામાં આવે છે. પોતાની સ્પિરીટ માટે પ્રખ્યાત મુંબઈમાં એક ઉદાહરણ જોવા મળ્યું હતું. એક ટ્વીટર યુઝરે નિશાંત શર્મા નામના રીક્ષા ચાલકનો આભાર માન્યો છે. રીક્ષા ચાલક નિશાંતે 4 કલાકનો ટ્રાફીક જામ હોવા છતાં સુરક્ષિત ઘરે પહોચાડ્યો હતો, અને ભાડું પણ રોજની જેમ જ લીધું હતું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: