કથાકાર મોરારીબાપુના એક નિવેદનથી વિવાદ સર્જાયો – તે શું છે ? જાણો વિગતે

કથાકાર મોરારીબાપુના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. શિવ નિલકંઠ છે એટલે અભિષેક થાય છે. ભગવાન શ્રી કુષ્ણનું વર્ણન ગૌર છે. નિલકંઠ અભિષેકની વાત આવે તો સમજી લેજો, કાન ખોલીને સમજી લેજો. શિવ ભગવાનનો જ અભિષેક છે. કોઇ પોતાની શાખાઓમાં નિલકંઠનો અભિષેક કરે તો તે બનાવટી નિલકંઠ છે. એ કૈલાસવાળા નથી યાદ રાખ જો કારણ કે નિલકંઠનું છેતરામણું રુપ આવતું જાય છે.

તેમ મોરારીબાપુએ કોઇ સભામાં સંબોધતા તેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થતા વડતાલ સંસ્થાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને ભગવાન સ્વામિનારાયણના નિલકંઠ મહારાજ વિશે ઉચ્ચારેલા શબ્દો પરત ખેચવા અને સંપ્રાદાયની માફી માંગવાનું જણાવતા પણ વિડીયો વાઇરલ કરાયા છે.

મોરારીબાપુએ સભામાં ઉચ્ચારેલા શબ્દોમાં કહીએ તો નિલકંઠ કોણ જેણે ઝેર પીધા હોય જેણે લાડુકીયુ ખાધી હોય તે નિલકંઠ ન હોય જેણે વિષ પીધા છે તે નિલકંઠ છે. કેનેડાના એક મંદિરમાં ગયો હતો ત્યારે એક ધર્મ ગુરુ ચોકમાં લઇ ગયા નાની ર્મુર્તિ અને કળશ આપ્યો અને કહ્યું નિલકંઠ ભગવાનનો અભિષેક કરો.

ત્યારે કહ્યુ કે નિલકંઠ જોવા પડશે પછી મે કીધુ આ નિલકંઠ નથી. જેથી આ મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘસામણ સર્જાયું છે. કારણ કે માર્કંડઋષિ પોતે ભગવાન સ્વામિનારાયણના જન્મ સમયો આવીને ચાર નામ પાડયા હતા. હરિ, હરિકૃષ્ણ, ઘનશ્યામ અને નિલકંઠનો દાવો કરાયો છે. એટલે કે તેઓે એ ભગવાન સ્વામિનારાયણ અને સમગ્ર સંપ્રાદાયનું અપમાન કર્યુ હોવાની લાગણી હરિભક્તોમાં ઉભી થઇ છે.

જેથી કેટલાક હરિભક્તોએ વોટ્સએપના માધ્યમથી અપમાન સાખી નહી લેવા અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રાદાય એક જ માળાના મણકા છે. તે સાબિત કરવાનો સમય આવી ગયો છે. તેવી વાતો વહેતી કરતા સત્સંગીઓમાં ઉત્સુકતા વ્યાપી છે.

વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશદાસ સ્વામીએ જણાવ્યુ કે આટલા મોટા કથાકાર મોરારીબાપુએ આટલા મોટા સંપ્રાદાયના વિશે વાંકુ ન બોલવું જોઇએ. જેનાથી ઇસ્ટદેવના અનુયાયીઓને દુઃખ થાય તેવું બોલવું ન જોઇએ. ભગવાન સ્વામિનારાયણ સૌને સદ્બુધ્ધી આપે અને સૌનું સારુ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરુ છું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: