આ ગુજરાતી એસ.પી દંપતીની કેન્દ્રમાં ગુપ્તચર વિભાગમાં પ્રતિનિયુક્તિ થઈ

ગુજરાતના વધુ બે આઈપીએસ અધિકારી શોભા ભુતડા અને પ્રદિપ સેજૂલને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવ્યા છે. શોભા ભૂતડા અને પ્રદિપ સેજૂલની પાટણ અને બનાસકાંઠાની ખાલી પડેલી જગ્યાઓ પર હવે કોની નિમણુંક કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.

ગુજરાતના બે આઈપીએસ અધિકારી શોભા ભુતડા અને પ્રદીપ સેજૂલને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવ્યા છે. બનાસકાંઠામાં એસ.પી.તરીકે ફરજ બજાવતા પ્રદીપ સેજૂલની સેન્ટ્રલ આઈ.બીમાં જોઈન્ટ ડેપ્યુટી ડિરેક્ટર પદે નિમણુંક કરવામાં આવી છે. જ્યારે પાટણમાં એસ.પી.તરીકે ફરજ બજાવતા તેમના પત્ની શોભા ભુતડાની પણ સેન્ટ્રલ આઈ.બીમાં નિમણુંક કરવામાં આવી છે.

પ્રદીપ સેજૂલની ખાલી પડેલી જગ્યા પર નવી નિમણુંક ન થાય ત્યાં સુધી હાલ આસિસ્ટંટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અજીત રાજીયનને બનાસકાંઠાના એસ.પી. તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

પ્રદીપ સેજૂલ અને શોભા ભુતડા મુળ મહારાષ્ટ્રના વતની છે. શોભા ભુતડા સુરતમાં આસિસ્ટંટ સુપ્રિન્ટેન્ડન્ટ હતાં ત્યારે તેમણે આસારામ કેસની તપાસ કરી હતી. બન્ને અધિકારીઓને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવતાં પાટણ અને બનાસકાંઠાની તેમની ખાલી પડેલી જગ્યાએ કોની નિમણુંક કરવામાં આવે છે તેની રાહ જોવાઈ રહી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: