જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કે RC ન હોય તો પણ દંડ ન લઈ શકે ટ્રાફિક પોલીસ, આ કાયદો જાણી લો

નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદથી વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી, ઇંશ્યોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પરમિટ સર્ટિફિકેટ તાત્કાલિક ધોરણે ન દેખાડવા પર તાબડતોબ ચલણના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જો કે સેંટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ અનુસાર જો તમે ટ્રાફિક પોલીસના માંગવા પર તરત જ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઇંશ્યોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પરમિટ સર્ટિફિકેટ ન દેખાડો તો આ કોઇ ગુનો નથી.

સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 139ની જોગવાઇ અનુસાર વાહન ચાલકને દસ્તાવેજ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવશે. ટ્રાફિક પોલીસ તત્કાલ તેનું ચલણ ન કાપી શકે. તેનો અર્થ એ છે કે જો ચાલક 15 દિવસની અંદર દસ્તાવેજ રજૂ કરવાનો દાવો કરે તો ટ્રાફિક પોલીસ અથવા આરટીઓ અધિકારી વાહનનું ચલણ ન કાપી શકે. તે બાદ ચાલકે 15 દિવસની અંદર આ દસ્તાવેજોને સંબંધિત ટ્રાફિક પોલીસ અથવા અધિકારીને દેખાડવાના રહેશે.

મોટર વ્હીકલ એક્ટ 2019ની ધારા 158 અંતર્ગત એક્સિડેંટ થવા અથવા કોઇ વિશેષ મામલામાં આ દસ્તાવેજ રજૂ કરવાનો સમય 7 દિવસનો હોય છે. આ ઉપરાંત જો ટ્રાફિક પોલીસ, આરસી, લાયસન્સ, ઇંશ્યોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ અને પરમિટ સર્ટિફિકેટ તત્કાલ રજૂ ન કરવા પર ચલણ કાપે તો ચાલક પાસે કોર્ટમાં તેને રદદ્ કરાવાનો વિકલ્પ હોય છે.

જો ટ્રાફિક પોલીસ ગેરકાયદેસર રીતે ચલણ કાપે તો તેનો અર્થ એ નથી કે ચાલકે ચલણ ભરવપં જ પડશે. ટ્રાફિક પોલીસનું ચલણ કોઇ કોર્ટનો આદેશ નથી. તેને કોર્ટમાં પડકારી શકાય છે. જો કોર્ટને લાગે કે ચાલક પાસે તમામ દસ્તાવેજ છે અને તેને આ દસ્તાવેજ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં નથી આવ્યો તો તે આ ચલણ રદ કરી શકે છે.

ચલણમાં એક વિટનેસની સાઇન હોવી જરૂરી છે. કોર્ટમાં કેસના સમરી ટ્રાયલ દરમિયાન ટ્રાફિક પોલીસે વિટનેસ રજૂ કરવો પડે છે. જો પોલીસ વિટનેસ રજૂ ન કરી શકે તો કોર્ટ ચલણ માફ કરી શકે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: