શું તમે ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરતા છો તો આ જરૂર થી વાંચી લો : RBI નો નવો નિયમ,

1 સપ્ટેમ્બર,2019 થી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવું સરળ બની ગયું છે. RBI એ બેંકોને હવે તેમના ગ્રાહકોને ક્રેડિટ-ડેબિટ કાર્ડ માટે ઈ-મેન્ડેટ ફેસિલિટી આપવા માટે કહ્યું છે. આ સુવિધા નાની અમાઉન્ટવાળા રિકરિંગ એટલે કે નિયમિત રીતે થનારા ટ્રાન્ઝક્શન માટે રહેશે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડને લઈને નવો નિયમ 1 સપ્ટેમ્બર 2019થી લાગૂ થઈ ગયો છે. અત્યાર સુધી આ સુવિધા બેંક અકાઉન્ટ માટે જ ઉપલ્બ્ધ હતી. જેના હેઠળ અકાઉન્ટ હોલ્ડરને તેમના અકાઉન્ટમાંથી મર્યાદિત અમાઉન્ટ દર મહિને ડેબિટ કરવાની પરવાનગી આપી શકતા હતા.

હવે આ સુવિધા દરેક રીતના ડેબિટ, ક્રેડિટ અને પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ માટે અવેલેબલ રહેશે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ હોલ્ડર કોઈપણ રીતના ટ્રાન્ઝક્શન માટે બેંકને તેમનું ઈ-મેન્ડેટ મતલબ કે પરવાનગી આપી દેશે, ત્યાર પછી નક્કી કરેલ સમયમાં નિર્ધારિત અમાઉન્ટ અકાઉન્ટમાંથી ડેબિટ થઈ જશે.

શું કરવાનું રહેશેઃ

જો તમે આ સુવિધાનો લાભ લેવા માંગતા હો તો તેના માટે AFA (Additional factor of authentication) ની સાથે વન ટાઈમ રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવી પડશે. ઈ-મેન્ડેટથી પહેલી વાર રિકરિંગ ટ્રાન્ઝક્શન કરવા પર AFA નું વેલિડેશન જરૂરી રહેશે. ઈ-મેન્ડેટથી રિકરિંગ ટ્રાન્ઝક્શન પણ એ જ કાર્ડ માટે થશે, જે રજિસ્ટર્ડ છે અને તેના ઓથેન્ટીકેસન પછી પહેલી વાર ટ્રાન્ઝક્શન થઈ ચૂક્યું હોય.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: