૨૬૦૦૦ રૂપિયાની રીક્ષા પર આટલો દંડ – જાણો આપવીતી

ભારતમાં એક બાજુ મંદીનો માહોલ છે અને સરકાર નવા નિયમો ઘડવાનું ચાલુ કર્યું છે. ભારતમાં થોડાક સમયથી એક પછી એક એમ ઘણા ધંધા બંધ થતા જાય છે અને બીજી બાજુ મંદીના કારણે કર્મચારીઓને છુટા કરવામાં આવે છે. અને gdp પણ ઓછો થતો દેખાય છે. તેમ છતાં સરકાર એવા નિયમો બનાવી રહી છે. જેનાથી પ્રજાને એવું નુકસાન થતું દેખાઈ રહ્યું છે કે તમને એ જાણીને નવી લાગશે.

નવા બનાવેલા ટ્રાફિકના નીયમો અનુસાર લોકોને હજારો રૂપિયાના દંડ ફટકારવામાં આવ્યા છે.એક તરફ લોકોને કામ મળતું નથી અને સરકાર નવા નિયમોના માધ્યમથી પ્રજા પાસેથી દંડ વસુલ કરે છે. નવા નિયમો બનાવ્યા તે પછી કેટલાક એવા કિસ્સાઓ સામે આવ્યા છે. જેને સંભાળીને તમે પણ કહેશો આટલો તો દંડ હોતો હશે.જે લોકો આખો દીસવ કામ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય અને દિવસે કામ કરીને ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા કમાતા હોય તેવા લોકોને ૧૫૦૦૦ રૂપિયાથી ૨૦૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઘણાતો એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં તે વાહનને વેચતા જેટલા રૂપિયા ના આવે તેટલો તો તે વાહન પર દંડ લગાવામાં આવ્યો છે. અને વાહન ચાલકો તેમના વાહનને દંડ ભરવાને બદલે જમા કરવાનું કહે છે. તેમાંથી એક કિસ્સો સાંભળી લો.

zeenews.com

૨૬૦૦૦ રૂપિયાની રીક્ષા પર આટલો દંડ

ઓડીસાના ભુવનેશ્વરમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે તેની રીક્ષાની કિંમત કરતા તેને દંડ વધુ ફટકારવામાં આવ્યો છે. એક રીક્ષા ચાલકે સાત દિવસ પહેલા જૂની રીક્ષા 26,000 રૂપિયામાં લીધી હતી અને જયારે ટ્રાફિક પોલીસે આ રિક્ષાને પકડી તો તેના પર અલગ અલગ કલમો લગાવીને રીક્ષા ચાલકને 47,500નો દંડનો મેમો પકડાવી દીધો હતો.

આ ૪૭૦૦૦ રૂપિયાના દંડમાં દારૂ પીને વાહન હંકારવા બદલ 10,000, નોંધણી વગર વાહન ચલાવવા બદલ 500, લાઇસન્સ વગર વાહન હંકારવા બદલ 5,000, અનઅધિકૃત વ્યક્તિને વાહન ચલાવવા માટે આપવા બદલ 5,000,શરતોનું ઉલ્લંઘન કરવા બદલ 10,000, વિમો નહીં હોવાના કારણે 2,000 અને સામાન્ય ગુનો કરવા બદલ 500 રૂપિયાનો દંડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હવે બીજી બાજુ વાત કરીએ તો ભલે સરકારે લગાવેલા નિયમો પ્રમાણે ગુના દાખલ કર્યો છે.તમે પણ જાણતા હશો કે આ નિયમો જનતાના સુરક્ષા માટે બનાવે છે.પરંતુ આ સરકારને જનતાની સુરક્ષાની પડી હોય તો રસ્તાઓ પર જે ખાડા હોય છે તેનાથી પણ અકસ્માત થાય છે તો તેના પર કેમ દંડ નથી લગાવવામાં આવતો અને રસ્તાઓ પર ગાયો હોય છે જેના કારણે પણ અકસ્માત થાય છે. તે સમયે આ સરકારના નિયમો નથી લાગતા?પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: