ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ તરીકેનો એવોર્ડ

ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ તરીકેનો એવોર્ડ ભારત સરકારના જલશકિત, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ ગૌરવ માટે સોમનાથ ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને આવકારેલ છે.

આગામી, તા.6 સપ્ટેમ્બર-ર019 શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનારા એક સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ અર્પણ કરાશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ભારત સરકારના જલશકિત, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયે સ્વચ્છ ભારત મિશન તહેત સ્વચ્છતા-સફાઇની ઉત્કૃષ્ટતા અને નવા પ્રયોગો માટે જે માપદંડો નક્કી કર્યા છે તેમાં બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી રાજ્યના યાત્રા-પ્રવાસન ધામોને ચોવીસ કલાક (24ડ્ઢ7) સ્વચ્છ-સુઘડ સાફસુથરા રાખવાનું અભિયાન તા.1 એપ્રિલ-ર017 થી રાજ્યના દ્વારકા, સોમનાથ, અંબાજી, પાલીતાણા, શામળાજી, ગિરનાર અને પાવાગઢ સહિતના યાત્રાધામોમાં હાથ ધરવામાં આવ્યું છે. આ અન્વયે બી.વી.જી. ઇન્ડીયા લીમીટેડને દ્વારકા, સોમનાથની સ્વચ્છતા સફાઇની કામગીરી સોંપવામાં આવેલી છે. સોમનાથ યાત્રાધામમાં કુલ 1.74 લાખ સ્કે. મીટર વિસ્તારમાં દરરોજ સ્વછતાસફાઇની કામગીરી બી.વી.જી. દ્વારા હાથ ધરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સ્વચ્છતા સફાઇની કામગીરી પણ સફળતાપૂર્વક હાથ ધરાઇ રહેલ છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: