કેળના વૃક્ષનું મહત્ત્વ તથા લાભ

હિંદુ ધર્મમાં કેળાનું મહત્ત્વ ખૂબ જ છે. કોઇપણ ર્ધાિમક પૂજા હોય ત્યારે ફરાળ તરીકે તથા પ્રસાદ તરીકે કેળાનો ઉપયોગ તો આપણે કરીએ જ છીએ. તથા ઘણી વખત આપણે જોયું છે, વિષ્ણુજીની પૂજામાં તો કેળના વૃક્ષના પાનથી તેમનો મંડપ બાંધવામાં આવે છે. શાસ્ત્ર મુજબ, કેળાનું ઝાડ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું કહેવાય છે કે કેળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. કેળના ઝાડની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે. આ ઉપરાંત પરિવારના સભ્યો વચ્ચે પ્રેમભર્યો સંબંધ રહે છે.

ગુરુવારે કરો વિશેષ પૂજા

કેળાના ઝાડની પૂજા કરવાથી ધનલાભ પણ થાય છે. ગુરુને ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ માનવામાં આવે છે. કુંડળીમાં જો ગુરુની દશા સારી હોય તો ધનલાભ થવાનો અવસર પ્રાપ્ત થાય છે. આ કારણે જ ગુરુવારે કેળના ઝાડની પૂજા કરવા પર વિશેષ ભાર આપવામાં આવે છે.

લગ્ન યોગ બનશે

ગુરુવારના દિવસે કેળના ઝાડની પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીમાં તેનો ગુરુ મજબૂત થાય છે. આવી દશામાં જ વ્યક્તિના લગ્નના યોગ બને છે. આથી જ કુંવારા લોકોને કેળના ઝાડની પૂજા અચૂક કરવી જોઈએ.

ઘરમાં આનંદ આવશે

આ સાથે જ કેળના ઝાડની પૂજા કરવાથી ઘરમાં ખુશીઓ આવે છે. આ ઉપરાંત બિઝનેસ અને નોકરીમાં પણ લાભ મળે છે. પરિવારના સભ્યોમાં પણ સંપ અને કુટુંબ ભાવના જળવાઈ રહે છે. આ ઉપરાંત કેળના ઝાડની પૂજા કરતાં સમયે કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.

ધ્યાન રાખો

હળદરનો ટુકડો, ચણાની દાળ અને ગોળ કેળના ઝાડને અર્પણ કરવા જોઈએ. જેથી વિષ્ણુજી પ્રસન્ન થાય છે. આ ઉપરાંત એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ઘરના આંગણામાં જો કેળનું ઝાડ હોય તો તેની પૂજા કરવી ન જોઈએ.

વિશેષ મહત્ત્વ

જે લોકોના જન્માક્ષરમાં મંગળ દોષ હોય તેઓના લગ્ન કેળના વૃક્ષ સાથે કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આમ કરવાથી મંગળ દોષનું નિવારણ થાય છે.

કોઇપણ પૂજા કે માંગલિક એટલે કે શુભ કાર્યોમાં ઘરના દરવાજા પર કેળના પાન લગાવવા શુભ માનવામાં આવે છે.

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને કેળા અર્પણ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે, તથા દાંપત્ય જીવન સુખમય બને છે. તથા આ દેવી દંપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

જો તમે પુર્ખરાજ રત્ન ધારણ નથી કરી શક્તા તો તમારે કેળના મૂળ પહેરવા જોઇએ તેનાથી પણ રત્ન જેટલું ફળ પ્રાપ્ત થશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: