ફરી એકવાર જામ્યો વરસાદી માહોલ : ગુજરાતમાં આ જગ્યાએ આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,

ગુજરાતમાં ફરી એક વાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ચુકી છે. હવામાંન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં ૪થી સપ્ટેમ્બરે વરસાદનું આગમન થઇ ગયું છે. વાતારણમાં અચાનક પલટો આવતા ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થઇ ગયું છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ છે તો કેટલાક વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ થઇ રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી એક વાર વરસાદનું આગમન થઇ ગયું છે. કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે લખપત તાલુકાના વર્માનગર, કપુરાસી અને બીજા અન્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અને બીજી બાજુ માંડવી તાલુકાના અમુક વિસ્તરોમાં આજે ત્રણ ઇંચથી વધારે વરસાદ વરસી ગયો છે.સુરતમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા ધીમે ધારે વરસાદનું આગમન થઇ ગયું છે. સુરત સિવાય તેના આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થઇ ગયું છે. સુરતના રાંદેર, જહાંગીરપુરા, પુણાગામ, વરાછામાં પણ વરસાદનું આગમન થઇ ગયું છે. ડિંડોલી, અમરોલી, સચિન, ઉધના, કતારગામ, વેડ રોડ, ડભોલી, સિંગણપોરમાં જેવા વિસ્તારોમાં ક્યાંક ધીમે ધારે વરસાદ તો ક્યાંક ધક્માંકેદાર એન્ટ્રી થઇ છે.

સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું આગમન થઇ ગયું છે. અને જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌથી વધુ વરસાદ ભાવનગરમાં થયો હોવાનું સામે આવ્યું છે. ભાવનગરના વલ્લભીપંથકમાં ભારે વરસાદના કારણે લોકોની ખુશીનો પર રહ્યો નથી. આ સિવાય પન ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોધાયો છે. જેવાકે જૂનાગઢના માનખેત્રા, હુસેનબાદ, સેરિયાજ, સાપુરમાં વરસાદ થયો છે.હજુ પણ ગુજરાતના અનેક વિસ્તરોમાં વરસાદી માહોલ જામશે તેની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: