રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર એક યુવાને પેટ્રોલ છાંટી જીપ ને આગ છાપી

રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આજે સોમવારે બપોરે ફાયરબ્રિગેડ સ્ટેશન સામે જ એક વ્યક્તિએ ટિકટોક વીડિયો બનાવવા માટે પોતાની કારને આગ ચાંપી દીધી હોવાના મેસેજ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, તે યુવક દીવાસળી વડેકાર સળગાવે છે અને ફિલ્મી સ્ટાઇલમાં ત્યાંથી ચાલ્યો જાય છે.

જીપ ચાલુ નહીં થતાં રોષે ભરાયેલા ઇન્દ્રજીતસિંહે પેટ્રોલ મગાવ્યું હતું અને જીપ પર પેટ્રોલ છાંટ્યું હતું, પોતાની જ જીપ પર પેટ્રોલ છાંટી રહેલા યુવકને જોઇ લોકોમાં કુતૂહલ જાગ્યું હતું અને શું કરશે તેવા વિચારો શરૂ થયા હતા, પરંતુ પળવારમાં જ ઇન્દ્રજીતસિંહે પોતાની જીપ પર કાંડી ચાંપી દીધી હતી. જીપ સળગાવી તેની સામે જ ફાયર સ્ટેશન આવેલું હોવાથી ફાયરબ્રિગેડ સ્ટાફ ફાયર ફાઇટર સાથે પહોંચ્યો હતો અને પાણીમારો ચલાવી આગ બુઝાવી નાખી હતી, જોકે ત્યાં સુધીમાં જીપની સીટ સહિતની એસેસરીઝ સળગી ગઇ હતી.

જીપને સળગાવવાની ઘટનાથી લોકોમાં નાસભાગ મચી ગઇ હતી, જીપની પેટ્રોલ ટેન્ક ફાટે તો મોટી દુર્ઘટના થવાની ભીતિ પણ સર્જાઇ હતી. સદનસીબે સામે જ ફાયર સ્ટેશન હોવાથી ઝડપથી જીપની આગને કાબૂમાં લેવામાં આવી હતી. સ્થળ પર હાજર કેટલાક લોકોએ મોબાઇલમાં શૂટિંગ ઉતારી તેને વાઇરલ કરતા દેકારો મચી ગયો હતો. ભક્તિનગર પોલીસે ઇન્દ્રજીતસિંહને અટકાયતમાં લઇ પૂછપરછ શરૂ કરી હતી. પોતાની જ જીપને આગ ચાંપનાર ઇન્દ્રજીતસિંહ ઓટોપાર્ટસની દુકાન ચલાવતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે પાછળ રાજકોટ મહાનગર સેવા સદન લખેલી એક ફાયર બ્રિગેડની બિલ્ડિંગ દેખાઇ રહી છે. જેના પરથી કહી શકાય કે આ વીડિયો રાજકોટનો છે. તો કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો રાજકોટના કોઠારિયા રોડ પરનો છે. ત્યારે જાહેરમાં આ પ્રકારની ઘટનાની અનેક સલાવો ઉઠી રહ્યાં છે.

આ મામલે પોલીસ આજે ઇન્દ્રજીતસિંહ જાડેજાને સાથે રાખી એક પત્રકાર પરિષદ કરશે. પ્રાપ્ત અહેવાલો મુજબ ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જીપનો સેલ્ફ ન લાગતાં ગુસ્સામાં આવી જીપને આગ ચાંપી દીધી હોવાનું સામે આવ્યું છે. જોકે, જાડેજાએ ટિકટોક માટે વીડિયો તૈયાર કર્યો છે કે પછી ખરેખર જીપને સેલ્ફ ન લાગ્યો અને આગ ચાંપી દીધી તેનો ખુલાસો પત્રકાર પરિષદમાં થશે.

કોઠારિયા રોડ ફાયર સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ફાયર સ્ટેશનની સામે જ જીપ સળગાવતા ફાયર ફાઇટર મોકલી પાણી મારો ચાલુ કરવામાં આવ્યો હતો તે સાથે જ ઇન્દ્રજીતસિંહ દોડી આવ્યો હતો અને તેણે પાણીમારો બંધ કરવાનું કહી જીપ સળગી જવાદો તેમ કહ્યું હતું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: