મેઘરાજાની મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ : સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો છલકાયાં

રાજ્યભરમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. પાછલા કેટલાક દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર મેઘરાજા વરસી રહ્યાં છે. ભારે વરસાદથી રાજ્યના લગભગ તમામ ડેમોમાં પુરતા પાણીની આવક થઇ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદથી એક જ રાતમાં સૌરાષ્ટ્રના 26 ડેમ છલકાઇ ગયા છે. તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી વચ્ચે અરવલ્લીમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. મોડાસામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદનું આગમન થયું છે. વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

પંચમહાલના કાલોલમાં વિરામ બાદ વરસાદનું આગમન થયુ છે. વહેલી સવારથી કાલોલમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉનાના ગીરગઢડામાં ધોધમાર વરસાદ પડતા નદીઓ-નાળા છલકાયા છે. ભારે વરસાદને કારણે ગીરગઢડા પાસેનો મચ્છુન્દ્રી ડેમ ઓવરફલો થયો છે. આ ડેમ સૌરાષ્ટ્રના શેત્રુંજી ભાદર બાદનો મોટો ડેમ માનવામાં આવે છે. જેનો  25 ગામોને પાણી આપવામાં આવે છે. હાલ આ ડેમનામાં 80% આસપાસ પાણી ભરાયો છે.

આણંદમાં વિરામ બાદ ફરી એક વખત વરસાદનું આગમન થયું છે. વહેલી સવારથી જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગર સહિત ચોમાસુ પાકને ફાયદો થશે..

તાપીમાં વરસાદ થતા ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. વધુ પાણી હોવાના કારણે ઉકાઈ ડેમમાં છેલ્લા એક મહિનામાં અધધ પાણી દરિયામાં છોડવામાં આવ્યુ છે. છેલ્લા 25 દિવસમાં ડેમમાંથી 3 હજાર 946 mcm પાણી દરિયામાં છોડી દેવાયું છે. સુરતને વર્ષે પીવા માટે 400 mcm પાણીની જરૂરીયાત છે. જ્યારે ખેતી માટે 3500  mcm પાણીની જરૂરિયાત છે. એક જ મહિનામાં  3 હજાર 946 mcm ક્યુસેક પાણી છોડાયું છે. સુરતને 10 વર્ષ ચાલી શકે તેટલુ પાણી દરિયામાં છોડી દેવાયુ છે. જ્યારે ખેતી માટે એક વર્ષ ચાલે તેટલું પાણી દરિયામાં વહ્યુ છે.

અમદાવાદમાં મોડી રાતે વરસાદના કારણે પ્રહલાદનગરમાં વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ ધરાશાયી થતા એક તરફનો રસ્તો બંધ થયો છે. ફાયર સ્ટેશન નજીક હોવા છતા હજુ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. વૃક્ષની સાથે ભયજનક ઈલેક્ટ્રિસિટીના તાર પણ પડ્યા છે. વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

રાજકોટનો મોતીસર-1 ડેમ ફરી એક વખત ઓવર ફ્લો થયો છે. પાટિયાળી ગામે આવેલો ડેમ બીજી વખત ઓવર ફ્લો થયો છે. જેને લઇ હડમતાળા, કોલીથડ અને ગરનાળા ગામોને એલર્ટ કરી દેવાયા છે અને લોકોને નદીના પટ પર અવરજવર ન કરવા સૂચના અપાઇ છે.

રાજ્યમાં ચાલુ સિઝનમાં 99.04 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 121.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં 80.28 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 95.72 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ચાલુ સિઝનનો 89.02 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે દક્ષિણ ગુરાતમાં ચાલુ સિઝનમાં 110.35 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હજુ પણ રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદથી એક જ રાતમાં સૌરાષ્ટ્રના 26 ડેમ છલકાઇ ગયા છે. જેના કારણે જળસંકટ દૂર થઇ ગયું છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: