શ્રી ખોડલધામ દક્ષિણ ગુજરાત સુરત કાર્યાલયનો શુભારંભ

દક્ષિણ ગુજરાતમાં જ્યારે ભવ્ય શ્રી ખોડલધામનું નિર્માણ થવા જઈ રહીયું છે ત્યારે શ્રી ખોડલધામ કાર્યાલય સુરતનું સરથાણા ખાતે ઉદ્ઘાટન શ્રી ખોડલધામ સ્વપ્નદ્રષ્ટા નરેશભાઈ પટેલના હસ્તે થયું હતું, દક્ષિણ ગુજરાતમાં લેઉવા પટેલ સમાજ શ્રદ્ધાના સમન્વય થી મજબૂત સંગઠન બને અને સમાજનો વિકાસ થાય તે માટે સુરતમાં ખોડલધામના માધ્યમથી આગામી દિવસોમાં વિવિધ પ્રવૃતિઓ થઈ શકે તે માટે કાર્યાલયનો પ્રારંભ કરાયો છે.

ખોડલધામ કાર્યાલયમાં મુખ્ય વિભાગોમાં યુવા સમિતિ, સમાધાન પંચ, મહિલા સમિતિ, શિક્ષણ સમિતિ, વિદ્યાર્થી સમિતી, મહિલા સશક્તિકરણ સમિતિ, પુસ્તકાલય, મહિલા સ્વાવલંબન વિભાગ, મેરેજ બ્યુરો, યુવા સ્વાવલંબન વિભાગ છે જેનો લાભ હવે સમાજનાં સભ્યો લઈ શકશે, કાર્યાલયનાં ઉદ્ઘાટન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પના આયોજન દ્વારા 225 બોટલ એકઠી કરી શ્રી નરેશભાઈ પટેલની 183મી વખત રક્તતુલા કરાય હતી, કાર્યલયનાં શુભારંભ પ્રસંગે પાટીદાર સમાજનાં શ્રેષ્ઠીશ્રીઓ, મોભીઓ, ઉદ્યોગપતિઓ, વિવિધ સંસ્થાનાં હોદ્દેદારો, ટ્રસ્ટીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને ખોડલધામ સુરતની તમામ સમિતિ સભ્યો સાથે સમાજનાં તમામ વર્ગનાં ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહિયા હતા,

સુરત જીલ્લા કન્વીનર કે.કે.કથીરિયા એ જણાવ્યું હતું કે સમાજ એક થઈ રહીયો છે ત્યારે ખોડલધામ સુરત મુખ્ય ચાર પ્રકલ્પો થી આગળ વધશે, બુદ્ધિ માં વૃદ્ધિ (શિક્ષણ વિભાગ અંતગત કાર્યક્રમો) આચરણ માં શુદ્ધિ (મોટિવેશન કાર્યક્રમો અને નીતિ વિષયક કાર્યક્રમો) જીવનમાં સમૃદ્ધિ (બિઝનેસ, કૃષિ, નોકરીલક્ષી કાર્યક્રમો) અને એજ સમાજની સંસ્કૃતિ (આધુનિકતાની સાથે ધર્મ અને વિજ્ઞાનનું સમન્વય) તેમજ ખોડલધામ સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેશભાઈ પટેલે સહુ સાથે મળીને ખોડલધામનું ભવ્યાતિભવ્ય મંદિર સાથે તમામ પ્રકલ્પોના સ્વપ્નો સાકાર થાય તેવો અંતરથી ભાવ રજુ કર્યો હતો.

અંધશ્રદ્ધાઓથી ઉપર ઉઠીને ધર્મ અને વિજ્ઞાનના સમન્વય કરીને મુળ વૈદિક અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાની હાકલ પડી છે ત્યારે સમાજનાં તમામ શ્રેષ્ઠઓએ સમાજનાં ઉથ્થાન માટે સાથ અને સહકાર સાથે સમર્થન આપ્યું છે, કાર્યક્રમ અંતે મહાઆરતી અને રાષ્ટ્રગાન થઈ લાપસી પ્રસાદનું આયોજન કરાયું હતું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: