મગફળીમાં પાન ખાનાર પ્રોડેનિયા (ઈયળ) થી પાકને આ રીતે બચાવો

મગફળીના વાવેતર પછી ખેતરમાં મોજણી કરતી વખતે ઘણી વખત પાનના બદલે ખાલી ડાંખળા દેખાતા હોય તો પ્રોડેનિયાના પુખ્તની હાજરી સમજી લેવી. મગફળીના પાન ખાનાર ઈયળ (પ્રોડેનીયા) બહુભોજી જીવાત છે. આ જીવાતના ઈંડામાંથી નીકળતી શરૂઆતની ઈયળ ઝાંખા લીલાશ પડતા ભૂખરા રંગની હોય છે. જે મોટી થતાં કાળા ભૂખરાં રંગની થાય છે.

શરીરના ઉપરની બાજુએ માથા આગળ તેમજ પાછળના ભાગમાં ત્રિકોણાકાર કાળા ટપકાંથી આ જીવાતની ઈયળો તુરત જ ઓળખી શકાય છે. આ જીવાતની શરૂઆતની અવસ્થાની ઈયળો પાનનો લીલો ભાગ અને કુમળા પાન ખાય છે. જયારે મોટી ઈયળો નસો સિવાયનો પાનનો બધો ભાગ ખાઈ છોડને ઝાંખરા જેવો કરી નાંખે છે. ઉપદ્રવ વધુ હોય તો છોડની ફકત નસો જ જાવા મળે છે. બપોરના સમયમાં ઈયળો છોડના થડની આજુબાજુની જમીનની તીરાડમાં ભરાઈ રહે છે. જયારે રાત્રીના સમયે ખોરાક માટે બહાર આવે છે. મગફળીમાં સોયા તેમજ ડોડવા બેઠેલા હોય, તે વખતે આ જીવાતનો ઉપદ્રવ વધુ હોય તો ઈયળો સોયાને અને ડોડવામાં રહેલા દાણાને ખાઈને પણ નુકસાન કરે છે.

અટકાવવાના ઉપાયો

પાન ખાનાર પ્રોડેનિયાને કાબૂમાં લેવા માટે ક્લોરપાયરિફોસ ૦.૦૫ ટકા૨૫ મિલિ દવા ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો અથવા મિથોમાઈલ ૦.૦૫ ટકા ૧૨.૫ ગ્રામ દવા અથવા ડાયકલોરવોશ ૦.૦૫ ટકા ૫ મિલિ. દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી ઊભા પાકમાં છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૦થી ૧૨ દિવસ પછી કોઈપણ એક દવાનો બીજા છંટકાવ કરવો. તદઉપરાંત એન.પી.વી. દ્વારા રોગિષ્ટ થયેલ ૨૫૦ ઈયળોનું શુદ્ધ દ્રાવણ પ્રતિ હેકટર દીઠ પાંચ દિવસે ચાર વખત છંટકાવ કરવો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: