સુરત : પાંડેસરામાં આવેલ મયુર સિલ્ક મિલમાં ભીષણ આગ લાગી, ફાયરબ્રિગેડની 18થી વધુ ગાડીઓ ઘટના સ્થળે

સુરત શહેરની પાંડેસરા GIDC નજીક આવેલી મયુર સિલ્ક મિલમાં વહેલી સવારે ૫.૧૫ વાગે આગ લાગવાની ઘટના થઇ હતી. આગ એટલી ભયંકર હતી કે, દૂર સુધી ધૂમાડા દેખાય રહ્યો હતો. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની 18થી વધુ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જેમણે ત્રણેક કલાકથી વધુના સમયમાં આગ પર કાબૂ મેળવી શક્ય હતા અને ત્યાર બાદ કૂલીંગની કામગી શરૂ કરી હતી.

વહેલી સવારે લાગેલી ભયંકર આગના લીધે આસપાસના વિસ્તારમાં ભય સર્જાયો હતો જેથી વહેલી સવાર હોવાથી ફાયરબ્રિગેડને ટ્રાફિકની સમસ્યા નડી નહોતી. આગની દૂર્ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસનો કાફલોએ ઘટના સ્થળે દોડ મૂકી હતી.

પાંડેસરામાં આવેલી રાજલક્ષ્મીના નામે ઓળખાતી મયુર સિલ્કમાં લાગેલી ભયંકર આગ પર કાબૂ મેળવવા દુભાલ, ડીંડોલી, મજુરા, ભાગળ, કતારગામ સહિત ના ફાયર સ્ટેશનની 18 ગાડીઓની મદદ લેવાઈ હતી. ફાયરના જવાનોએ આગ પર પાણીની ધાર ચલાવીને આગ પર કાબૂ મેળવી હતી. ત્યાર બાદ કૂલિંગની કામગીરી શરુ કરી હતી.

આગ એટલી ભયંકર હતી કે દુર્ઘટનાનો આંકડો મોટો થાય એવો હતો જો કે વહેલી સવારે લાગેલી આગના હિસાબે કોઈ ઈજા કે જાનહાનિની ઘટના સામે આવી નહોતી. સુત્રો મુજબ કામદારો એ વખતે મિલમાં ન હોવાના કારણે બચાવ થયો હોય તેવું માની રહ્યા છે.

આ મિલમાં લાગેલી ભયંકર આગના ધૂમાડા દૂર સુધી દેખાતા હતાં. જેનાથી આજુ બાજુમાં રહેવાસીઓ ભય અનુભવ્યા હતા તેવો માહોલ સર્જાયો હતો.વહેલી સવારે લાગેલી આગના કારણે લોકોના જીવ ગભરાઈ ગયા હતા તેમજવાતાવરણ ખુબજ ગંભીર હતું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: