સ્વનિર્ભર બનીએ..સમય ની માંગ પ્રમાણે ખેતી કરીએ..ફરી “જગત  નો તાત” શબ્દો ને સાર્થક કરીએ…

જગત ના તાત ને સંદેશ..ઓર્ગેનિક અપનાવો…જીવ બચાવો.. રાસાયણિક દવાઓ નો થઈ રહ્યો છે ઓવર ડોઝ.. આજે માણસ ખોરાક થી મરી રહ્યો છે..ખેતી મા બદલાવ ની જરૂર છે..

કુદરત ના ખોળા માં માથું રાખી માત્ર તેના ભરોસે ખેતી કરતો ખેડૂત..કહેવાય ભલે “જગત નો તાત” પણ હાલત ખૂબ ખરાબ છે..વર્ષો થી તમામ નું પોષણ..સૌને સાથે રાખી આગળ વધવા ની માનસિકતા..ભલે કાળી મજૂરી કરી કણ માથી મણ પેદા કરે..તેમાં સૌ નો લાગ – ભાગ રાખે..કાયમ દેવાની આદત અને વૃત્તિ..ક્યારેય માંગે નહી..

કાળી મજૂરી ટાઢ..તડકો..વરસાદ..જોયા વિના કામ કરે..બળદ સાથે કામ કરવા બળદ જેવું બની જવું પડે..વરસાદ નિયમિત આવે તો ખેતર માથી ઘર માં આવે..અન્યથા વગર દીવાસળી એ બળી જાય એ ખેતી..સરકાર ની નીતિ નો ભોગ છેલ્લા કેટલાક વર્ષ થી ખેડૂત બની રહ્યો છે..તેના ધંધાનું સંતુલન બગડ્યું છે…કરેલ ખર્ચ ના પણ નથીઉપજતા..કહે તો કોને કહે..સરકાર સાંભળે નહિ..વ્યથાને સમજે નહીં..અને વર્ષો થી ઉકેલ પણ નહી..

ખેડૂતોની હાલત ખુબ ખરાબ હતી બધુજ સસ્તું હતું ત્યારે પણ ખેતી પોસાતી નોતી..પણ હાઈબ્રિડ બિયારણ આવ્યું ને ખેડૂત બચી ગયો..પાંચ કે દસ મણ પાકતું હતું તે નવા બિયારણો થી બમણું થઈ ગયું..ખેડૂતે હાશકારો અનુભવ્યો..

કપાસ ની નવી જાત શંકર આવી અને રાસાયણિક દવા નો યુગ શરૂ થયો..ધીરે ધીરે. દવાની અસરકારકતા ઘટવા લાગી..એટલે હાઈ ડોઝ શરૂ થયા..બે કે ત્રણ વાર દવા ના છંટકાવ થતાં હતાં તે આઠ દસ વાર થવા લાગ્યા.. ભારે દવાઓ.અને દવા નો અતિરેક ઓવર ડોઝ સાબિત થયો..તેનાથી ઉત્પાદિત અનાજ.. કઠોળ..તેલીબિયાં..મા પણ દવા અને ખાતર ની અસર પહોંચી હોય જીવલેણ રોગો..કેન્સર..કિડની..ચામડી..પાચન તંત્રને લગતા રોગ નું પ્રમાણ દિનબદિન વધી રહ્યું છે..વૈજ્ઞાનિકો..ડોકટરો..અને લેબ રિપોર્ટ પણ આં રાસાયણિક દવા ખાતર ના લીધો આં રોગો ની વૃદ્ધિ થતી હોવાનો દાવો કરે છે….

આં ખેતી પધ્ધતિ મા હવે બદલાવ નો સમય આવી ગયો છે..રાસાયણિક ખેતી ના બદલે ફરી કુદરતી..પ્રાકૃતિક ખેતી પદ્ધત્તિ માટે પણ જાગૃત ખેડૂતો ખૂબ પ્રગતિ કરી રહ્યા છે..ખૂબ મહેનત વાળી ખેતી છે..પરંતુ નાના ખેડૂતો ને આવી છાણ..ગૌમૂત્ર..કે અન્ય ચીજો એકઠી કરવા કે તેનું દ્રાવણ બનાવવા મા આળસ થાય તો ઓર્ગેનિક લિકવિડ પણ માર્કેટ મા આવ્યા છે..

અમેરિકા ની એક કંપની નું લિકવીડ ૩૩ જેટલા દેશોમાં આશીર્વાદ રૂપ નીવડ્યું છે..બે કે ત્રણ વર્ષે ખૂબ સારા પરિણામો…ઉત્પાદન પણ વધારે છે. જમીન ને સુધારે છે..કોઈ પ્રકાર નું રીએકશન આવતું નથી..પરિણામ કદાચ ધીમું હશે પણ નેગેટિવ અસર નથી..માનવ જિંદગી..પશુ પ્રાણીઓ ની જીંદગી ની ચિંતા ફરી કરવાની જવાબદારી જગતના તાત ઉપર આવી છે..

આમેય ખેડૂત કોઈનું ખરાબ તો ન જ કરે કે ન ઈચ્છે..પવિત્ર મહેનત..પવિત્ર ભગવાન ભરોસો અને કુદરતી રોજી પર નિર્ભર ખેડૂત ક્યારેય કોઈનું ખરાબ કરે નહી..જીવ જંતુ મારવા એ તેની મજબૂરી છે..એક દવા નાં આદી બની ગયેલા જીવો ને મારવા બીજી વધુ પાવર વાળી દવા થી મારવા પદે છે..ખેતી ખૂબ મોંઘી થઈ છે..આં ખેતી ને સસ્તી કરવા..પોસાય તેવી કરવાનો રાહ એટલે ઓર્ગેનિક ખેતી…

આજે વિદેશી બજાર મા રાસાયણિક દવા કે ખાતર આધરી ઉત્પાદનો કોઈ ખરીદવા તૈયાર નથી..કોઈ પણ ઉત્પાદન ના સારા ભાવ લેવા હોય તો આંતર રાષ્ટ્રીય માર્કેટ મા જેની માંગ છે..તે ખેતી પદ્ધત્તિ થી ઉત્પાદન કરવું જોઈએ..બે પ્રશ્નો હલ થાય..પડતર સસ્તી થાય..ભાવ વધુ આવે..ત્રીજા વર્ષે ઉત્પાદન દોઢ કે બે ગણું થઈ જાય..ખેતી ખોટ નો ધંધો મટી જાય..

કુદરતી રોજી મા મોંઘા ખાતર..બિયારણ..દવા.નો ઉપયોગ કર્યા પછી વરસાદ ન હોય..દવાનું રિએકશન આવી જાય..આખી મહેનત પાણીમાં…ઓર્ગેનિક એ કુદરતી પદ્ધત્તિ છે..કોઈ પણ ઓર્ગેનિક વનસ્પતિ..ગોબર..કે દેશી ખાતર આધારિત છે..તેને બનાવવા મહેનત કરવી પડે..અને મહેનત ન કરવી હોય તેના માટે પણ તૈયાર બાહુબલી નું લીકવિડ..આં કોઈ ખાતર નથી..આં કોઈ દવા નથી..આં ટોનિક છે…વનસ્પતિ નો ખોરાક છે..

આં દેશમાં ભાગ્યેજ કોઈ બચે છે ડાયાબિટીસ થી..તમામ રોગ ની જડ આં ડાયાબિટીસ છે.. આપણી ખેતી ઓર્ગેનિક બની જાય તો દરેક જીવલેણ રોગ નું કલંક રાસાયણિક ખેતી ને લાગે છે..ખેડૂતો એ પોતાની ખેતી પદ્ધત્તિ બદલી ને આં કલંક માથી મુક્ત થવાનો સમય પાકી ગયો છે….કુલ ચાર પ્રકાર ના લિકવિડ છે..એક મૂળ નો ખોરાક છે..બીજો અંકુર નો..ત્રીજો છોડ ના વિકાસ માટે નો અને ચોથો ફૂલ સમયે ફાલ પકડવાનો…ચારેય સ્થિતિ મા ક્યાં તત્વો ની જરૂર હોય તે તત્વો કોઈ દવા કે રસાયણ માથી નહી..કુદરતી દરિયાઈ લીલ..શેવાળ..કે વનસ્પતિ માથી જ એ જરૂરી તત્વો એકત્ર કરી બનાવે છે આં ટોનિક…

આપણા દેશમાં જે રાજ્યો ઓર્ગેનિક ખેતી કરે છે..તેના ઉત્પાદિત માલ સૌથી વધુ ભાવે માર્કેટ મા વેચાય છે..એટલે તો ત્યાંના ખેડૂતો ભાવ માટે ક્યારેય આંદોલન કર્યા નથી..સરકાર પાસે લાંબો હાથ કરવાથી કાઈ મળવાનું કે વળવાનું નથી..સ્વ નિર્ભર બની એ..સમય ની માંગ પ્રમાણે ખેતી કરીએ..ફરી “જગત  નો તાત” શબ્દો ને સાર્થક કરીએ…

લી..લાભુભાઈ પી. કાત્રોડીયા..પ્રમુખ..ભ્રષ્ટાચાર નિવારણ સમિતી..ભાવનગર..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: