ખોડલધામ : એક સમયે બંજર વગડો આજે રંગ ઉપવન, મહાતિર્થધામ

સૌરાષ્ટ્રના કાગવડમાં આજથી છએક વર્ષ પહેલા આ ગામનું નામ ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે. રાજકોટથી આશરે ૬૦ કિ.મી.ના અંતરે આવેલા આ ગામનું નામ આજે માત્ર લેઉઆ પટેલ સમાજ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના જન જનના મુખે રમતું થઈ ગયું છે. વામન એવા કાગવડ ગામે વિરાટ સ્થાપત્ય ખોડલધામનું સર્જન કરી એક સમયના બંજર વગડા જેવી જમીનમાં આજે રંગ ઉપવનને મહાતિર્થધામની અનુપમ રંગોળી ધરતીપુત્રોએ ૧૦૦ એકર જમીનમાં ચિતરી છે.

ખેડૂત એ ખંતને વરેલો માણીગર. ધરતી ફાડીને તેના કઠણ પથ્થર ચીરીને બીજ ઉછેરવાની કુશળતા તેને જન્મજાત. સુક્કી ભઠ્ઠ માટીમાં પાણી અને પરસેવો તો ઠીક, જરૃર પડયે લોહી સિંચીને એ અનાજ ઉગાડે. જીવને જીવાડે એટલે જગતાત. બાવડાનું જોર અને મહેનતના મદારે જીવતા ખેડૂતોએ સહિયારા ખંત અને લેઉઆ પટેલ સમાજના સંપની સંપદાથી ઉજ્જડ જમીનની જોતજોતામાં એવી તે કાયાપલટ કરી કે ભારત અને વિશ્વના ઈતિહાસમાં ખોડલધામ અને કાગવડ ગામનું નામ અંકિત થઈ ગયું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જ ગિનિસ સહિત ચાર વર્લ્ડ રેકોર્ડ, એ પૂર્વે યોજાયેલા અન્ય મહોત્સવમાં પણ ગિનિસ રેકોર્ડ નોંધી દેશને એક કરતાં વધુ વખત ગૌરવ આપવાનું પોરસ મેળવ્યું છે.

ધરતીપુત્ર શા માટે

સૃષ્ટિના સર્જન સાથે ધરતી પર અન્ન ઉત્પન્ન થાય તે માટે શિવજીએ પૃથ્વી ખેડવા એક પુત્ર ઉત્પન્ન કર્યો અને પૃથુરાજાને આપ્યો. પૃથુરાજાના પત્ની એ પૃથ્વી. આ પુત્રને ધરતીપુત્ર કહેવાયો. એ પાટીદાર સમાજની ઉત્પતિની ગાથા હોવાનું મનાય છે. બાદમાં પ્રશ્ન થયો કે ધરતી ખેડવી કઈ રીતે? એટલે બ્રહ્માજીએ તેને હળ આપ્યું અને ભગવાન વિષ્ણુએ હાંતી (સાંતી) આપી. જમીન ખેડતા ગ્રામ્ય સંસ્કૃતિનું સર્જન થયું. દેવોએ ખેતર ખેડવામાં મદદ કરવા માટે બળદ આપ્યા અને એ રીતે સમાજ જીવનની શરુઆત થઈ.

સમાજ સંસ્કૃતિની ગાથા કંડારી

ખોડલધામ મંદિરની દિવાલ પર પટેલ પેનલ કંડારવામાં આવી છે. સમગ્ર મંદિરનો ભાર વહન કરતા હોય તે રીતે ખેડૂતો, પટેલ સમાજના પુરુષોની પ્રતિકૃતિ પથ્થરોમાં કંડારીને મુકાઈ છે. દરેક કૃતિ એકબીજાથી ભિન્ન છે. કોઈના હાથમાં હળ છે, તો કોઈના હાથમાં ત્રિકમ. આ રીતે જે સમાજ દ્વારા મંદિરનું નિર્માણ થયું તે સમાજની ઉત્પતિથી લઈ સમાજ જીવન સુધીના સંસ્કૃતિના વિસ્તારની ગાથા શિલ્પ રુપે પ્રસ્તુત કરાઈ છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: