વડોદરાના પાદરા તાલુકામાં શ્રીજીની પ્રતિમા લાવતા સમયે કરંટ લાગતા યુવાન મોતને ભેટ્યો

ભરૂચમા ગણેશજીની મૂર્તિ સમયે વીજ વાયર હટાવતા સમયે 7ને કરંટ લાગવાની ઘટના હજી તાજી જ છે, ત્યાં વડોદરામાં આવી ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા તાલુકામાં શ્રીજીની પ્રતિમા લાવતા સમયે કરંટ લાગતા યુવાન મોતને ભેટ્યો છે.

પર્યાવરણને નુકશાનકારક હોવા છતાં ગુજરાતના અનેક ગણેશ મંડળો ઊંચી ગણેશજીની મૂર્તિ બનાવતા હોય છે. મંડળોમાં ઊંચી ગણેશજીની મૂર્તિઓ સ્થાપના કરવાની રીતસરની હોડ લાગેલી હોય છે, ત્યારે આવી જ ઊંચી ગણેશજીની મૂર્તિઓને કારણે ગુજરાતમાં વધુ એક યુવકનો ભોગ લેવાયો છે. ભરૂચમા ગણેશજીની મૂર્તિ સમયે વીજ વાયર હટાવતા સમયે 7ને કરંટ લાગવાની ઘટના હજી તાજી જ છે, ત્યાં વડોદરામાં આવી ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા તાલુકામાં શ્રીજીની પ્રતિમા લાવતા સમયે કરંટ લાગતા યુવાન મોતને ભેટ્યો છે.

શ્રીજીની ઊંચી પ્રતિમાને દુકાનદારથી મંડળમાં સ્થાપના સમયે ભારે જહેમત ઉઠાવવી પડે છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવવામાં આવતી આ મહાકાય મૂર્તિઓને લાવવા-લઈ જવા માટે રસ્તાઓ બંધ કરવા પડે છે, કેટલીક સાંકડી ગલીઓમાંથી પસાર થવુ પડે છે, ટ્રાફિક જામ થાય છે, તો ઊંચી પ્રતિમાઓને લઈ જતા સમયે વીજ વાયરો પણ વચ્ચે આવતા હોય છે.

આવા જીવલેણ વીજ વાયરોને યુવકો પોતાની જાતે જ લાકડીથી હટાવે છે. ત્યારે તેમની આ જ ભૂલ ભારે પડે છે. પાદરામાં ગણેશ મહોત્સવ માટે શ્રીજી પ્રતિમાના આગમન સમય ગઈ કાલે રાત્રે ઘટના બની હતી. ગોવિંદપુરા યુવક મંડળના યુવાનો રાત્રે મહાકાય શ્રીજીની પ્રતિમા મંડળમાં લાવી રહ્યા હતા.

શ્રીજીના આગમન માટે વરઘોડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે વરઘોડાના લાઈટિંગ માટેના ટેમ્પા પર લગાડેલ ફ્લેગની દંડી હાઈટેન્શન વીજ તારને અડી ગઈ હતી. ફ્લેગની દંડી હાઇટેન્શન લાઈનને અડી જતા ટેમ્પામાં વીજ કરંટ પહોંચ્યો હતો, અને ટેમ્પામાં બેસેલ 24 વર્ષના રાહુલસિંહ પ્રવીણસિંહ પરમાર નામના યુવકને કરંટ લાગ્યો હતો

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: