સ્વામિનારાયણ સંપ્રદાયમાં બે પક્ષ એક થશે એવા એંધાણ

સ્વામિનારાયણ સંપ્રદાયમાં બે પક્ષ એક થવાના અણસાર જોવા મળી રહ્યા છે. સંપ્રદાયના બન્ને આચાર્ય પક્ષ અને દેવ પક્ષ એક થાય એવી હરિભક્તોની ભાવના છે અને વર્ષોથી ચાલી રહેલા ગાદીના વિવાદનો અંત આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આ વચ્ચે આજે રાજેન્દ્ર પ્રસાદ અને અજેન્દ્ર પ્રસાદ વચ્ચે બેઠક યોજાઈ છે. જેમાં સમાધાનના સંકેત જોવા મળી રહ્યા છે. સમાધાનની દિશામાં બંને પક્ષોએ સમિતિની રચના કરવામાં આવી છે.

દેવપક્ષના આચાર્ય પક્ષ વચ્ચે સમાધાનને લઇને દેવપ્રકાશ સ્વામીએ બેઠક અંગેની વાત કરી હતી અને બંન્ને પક્ષો સમાધાન કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરી હતી. બંને પક્ષોએ 8 સભ્યોની સમાધાન સમિતિ બનાવી છે. સમાધાન માટેની સમિતિમાં આચાર્ય અજેન્દ્રપ્રસાદને પણ સામેલ કરવામાં આવશે. સમાધાન સમિતિમાં 5 મુખ્ય હરિભક્તોનો પણ સમાવેશ થયો છે. દોઢ દાયકા બાદ બંને પક્ષ એક થવાના હરિભક્તોને અણસાર જોવા મળી રહ્યા છે.

વડતાલ સ્વામિનારાયણનું ગાદી સ્થાન ભગવાન સ્વામિનારાયણ ગણાય છે. તેમણે પોતાની હાજરીમાં 2 ગાદી સ્થાપી હતી. એક અમદાવાદ અને બીજી વડતાલ. આ ગાદી પર ધર્મકુળ નાજ વંશ વારસોજ આ ગાદી પર બેસી શકે તેવું બંધારણ રચાયું હતું. આ પ્રમાણે આ પરંપરા ચાલી આવે છે. 16 વરસ પહેલાં આચાર્ય તરીકે અજેન્દ્ર પ્રસાદ બિરાજમાન હતા અને સંતો વચ્ચે વહીવટી બાબતે વાંધો ઉભો થતા અજેન્દ્ર પ્રસાદને પદ ભ્રષ્ટ કરીને હાલના આચાર્ય રાકેશ પ્રસાદને બિરાજમાન કર્યા હતા. અત્યારે વડતાલ સ્વમીનારાયણ મંદિરની ગાદી પર દેવપક્ષનું વર્ચસ્વ છે. વર્ષોથી ચાલી રહેલો ગાદીનો વિવાદ હવે પૂર્ણ થાય તેવી પૂરે પૂરી શક્યતાઓ છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: