31 ઓગસ્ટ છેલ્લો દિવસ, ફાઇલ કરો IT રિટર્ન, નહીંતર થશે 5000 સુધીનો દંડ 

આ અંગે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી લોકોને સતત SMSથી મોકલવામાં આવી રહ્યાં છે. આ SMSમાં જણાવવામાં આવી રહ્યું છે કે તેમણે અંતિમ તારીખ બાદ રિટર્ન ફાઇલ કરવા પર રૂ.5000 સુધીનો દંડ ભરવો પડી શકે છે. જો કે રૂ.5000નો દંડ ફક્ત તે જ ટેક્સપેયર્સે ભરવો પડશે જેની કરપાત્ર આવક વર્ષ 2018-19 દરમિયાન પાંચ લાખ રૂપિયાથી વધુ રહી છે. જેની કરપાત્ર આવક નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન પાંચ લાખ રૂપિયાથી ઓછી હોય, તેમણે 31 ઓગસ્ટ બાદ રૂ.1000 દંડ ભરવો પડશે.

5 લાખ રૂપિયાથી વધુની આવક ધરાવતા ટેક્સપેયર્સને એક સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર 2019 સુધી રિટર્ન ફાઇલ કરવા પર રૂ.500 અને તે બાદ એક જાન્યુઆરી 2020થી લઇને 31 માર્ચ 2020 સુધી ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા પર 10 હજાર રૂપિયા દંડ ભરવો પડી શકે છે. જેની આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે તેમણે 31 ઓગસ્ટ 2019 બાદ 31 માર્ચ સુધી ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા પર ફક્ત રૂ.1000 જ દંડ ભરવો પડશે. તેવામાં જો તમે હજુ સુધી ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ ન કર્યુ હોય તો વધુ મોડુ ન કરો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: