તાજમહેલ કરતા પણ સુંદર છે ગુજરાતના આ સ્થળો છે સામેલ

તાજમહેલ દુનિયાની 7 અજાયબીઓમાંથી એક છે. આ ઐતિહાસિક ઈમારતની સુંદરતાએ દુનિયાભરના લોકોને પોતાના દિવાના કરી રાખ્યા છે. જો કે, આ  સિવાય પણ ભારતમાં એવી ઐતિહાસિક ઈમારતો છે, જે તાજમહેલની જેમ જ સુંદર છે. અહિં તમને એવી ઐતિહાસિક ઈમારતો અંગે જણાવીશું.

હૂમાયૂનો મકબરો, દિલ્હી

દિલ્હી સ્થિત હૂમાયૂનો મકબરો મુગલ વાસ્તુકળાનો શ્રેષ્ઠ નમૂનો છે. 16મી સદીનો આ મકબરો યૂનેસ્કોના વર્લ્ડ હેરિટેજની લિસ્ટમાં સામેલ છે. જો તમે દિલ્હી જાઓ તો આ મોન્યુમેન્ટ જોવા જરૂર જજો.

ધનકર મોનસ્ટ્રી, સ્પીતિ વેલી

હિમાલયના ખોળામાં આવેલ આ પ્રાચીન બૌદ્ધ મઠને જ્યારે તમે પહેલી વાર જોશો, તો થોડી વાર માટે તમારા શ્વાસો થંભી જશે. આ સ્પીતિ વેલીમાં એક પહાડ પર સ્થિત છે અને સ્પીતિ અને પિન નદીઓના સંગમ મોજુદ છે.

ચિત્તોડનો કિલ્લો

ચિત્તોડનો કિલ્લો રાજસ્થાનના સૌથી ભવ્ય કિલ્લામાંથી એક છે. આ એક વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. ચિત્તોડ મેવાડની રાજધાની હતી અને ચિત્તોડનો કિલ્લો વીર રાજપૂતોના ત્યાગ, બલિદાન અને શૌર્યનું પ્રતીક છે.

મહોબત મકબરા,

જુનાગઢ મહોબત મકબરો ગુજરાતના જુનાગઢમાં આવેલ છે. શરૂઆતમાં આને જુનાગઢના નવાબ પોતાના ખાનગી મહેલ તરીકે ઉપયોગમાં લેતા હતા. પોતાની વાસ્તુકળા માટે જાણીતી આ ઈમારત સૌથી જુના મુગલ સ્મારકોમાંથી એક છે.

સૂર્યમંદિર, મોઢેરા

ભગવાન સૂર્યને સમર્પિત આવેલ આ સૂર્ય મંદિરની અદ્ભૂત સુંદરતા સૌ કોઈને મોહી લે છે. ઈસ 1026-27માં બનેલ આ મોન્યુમેન્ટ ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરામાં આવેલું છે. તે પુષ્પાવતી નદીના કાંઠે આવેલું છે, અને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે સૂચિબદ્ધ થયેલ છે. એકવાર મુલાકાત લેશો તો ચોક્ક્સથી બીજી વાર આવવું ગમે એવું સ્થળ છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: