ગુજરાત રાજ્યના 79 IAS અધિકારીઓની તાત્કાલિક બદલી અને બઢતીના આદેશ

આજે વહેલી સવારે રાજ્યના 79 IAS અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે. મુખ્ય વહીવટી વિભાગ(GAD)ના આદેશ દ્વારા રાજ્યના 79 IASઓની તાત્કાલિક બદલી અને બઢતીના આદેશ અપાયા છે. સરકારના અંગત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગઈ કાલે અમિત શાહ અને પ્રદિપસિંહ વચ્ચે બંધબારણે થયેલી બેઠકમાં શાહે ગુજરાત સરકારે તૈયાર કરેલાં બદલી અને બઢતીના લિસ્ટ પર આખરી મહોર મારી હતી.

રાજ્યના અનેક જિલ્લાઓના કલેક્ટરો અને શહેરોના કમિશ્નરોની બદલી કરાયી છે. આ સાથે અનેક વિભાગોના સચિવો અને કમિશ્નરોની પણ બદલી કરાયી છે. આ સાથે સિનિયર IAS અધિકારીઓની ટીમમાંથી અમુકને બઢતીના પણ આદેશ અપાયા છે.

કોની કોની બદલીના આદેશ

*સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારાસનની બદલી. GIDCના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે મૂકાયા.

*ભાવનગરના કલેક્ટર હર્ષદ કુમાર પટેલની બદલી. સેટલમેન્ટ કમિશનર અને જમીન સુધારણામાં મૂકાયા.

*ગોધરાના કલેક્ટર ઉદિત અગ્રવાલની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી.

*રાહત કમિશનર મનોજ કોઠારીની મધ્ય ગુજરાત વીજ કંપની લી.નાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક.

*મોરબી કલેક્ટર આર.જે. માકડિયાની બદલી. રેવન્યૂ ઇન્સ્પેકશન કમિશનર તરીકે મૂકાયા.

*રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની ની સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી.

*રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તાની બદલી, રેમ્યા મોહન બન્યાં રાજકોટનાં નવા કલેક્ટર.

*આરોગ્ય કમિશનર ડૉ. જયંતિ રવિ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં મૂકાયા.

*સંગીતા સિંઘ (અધિક મુખ્ય સચિવ), સામાન્ય વહીવટ વિભાગમાંથી બદલી કરીને ગૃહ વિભાગમાં મૂકાયાં.

*અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર (આરોગ્ય અને પરિવાર કલ્યાણ)ની બદલી. ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં મૂકાયા.

*પોરબંદર કલેક્ટર એમ.એ. પંડ્યાની ગાંધીનગર ખાતે મીડ-ડે મીલ કમિશનર તરીકે બદલી.

*તાપી-વ્યારાના કલેક્ટર આર.એસ. નિનામાની બદલી ડેવલેપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, ગાંધીનગર ખાતે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે બદલી.

*ઠાસરાના આસિસ્ટન્ટ કલેક્ટર અર્પિત સાગરની વલસાડના ડીડીઓ તરીકે નિમણૂક.

*અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનનાં ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકરની બદલી. ગુજરાત અર્બન ડેવલેપમેન્ટ મિશનમાં એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે મૂકાયા.

*મધ્ય ગુજરાત વીજ કંપની લી.ના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ મંજુની બદલી. વાહનવ્યવહાર કમિશનર તરીકે મૂકાયા.

*ધોલેરા સર પ્રોજેક્ટનાં સીઇઓ જય પ્રકાશ શિવહરેની બદલી. આરોગ્ય વિભાગના કમિશનર તરીકે મૂકાયા.

*જમીન સુધારણા કમિશનર હારિત શુક્લાની સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ તરીકે બદલી.

*સાયન્સ અને ટેકનોલોજી વિભાગનાં સચિવ ધનંજય દ્વિવેદીની બદલી. નર્મદા, જળસંપતિ અને કલ્પસર વિભાગના સચિવ તરીકે મૂકાયા.

*GADના સંગીતા સિંઘને હોમ ડિપાર્ટમેન્ટમા મૂકાયા, જે.પી. ગુપ્તાને ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે નિમણૂક અપાઇ, પૂનમચંદ પરમારને એગ્રીકલ્ચર, ફાર્મર ડિપાર્ટમેન્ટના ACS તરીકે નિમણૂક અપાઇ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: