આ ખાસ ગુણો ઊંટડીના દૂધમાં છે, શું છે વિશેષતા – જાણીએ

દૂધ સંબંધી અન્ય ઉત્પાદન બનાવનાર અમૂલે પ્રથમ વખત 200 મિલી લીટર પેકમાં ઉંટડીનું દૂધ આપવાનો નિર્ણય કર્યો છે. અમૂલના ડાયરેક્ટર આર એસ સોઢી એ આ માહિતી આપતા જણાવ્યું કે કંપનીએ એક સપ્તાહમાં જ આ તૈયાર પેક બજારમાં  મૂકશે. સોઢી આ બાબતે વધુ માહિતી આપતા જણાવ્યું કે 200 મિલીલીટર ઉંટડીનું દૂધવાળી આ બોટલની કિમંત 25 રૂપિયા હશે. તેનું નિર્માણ ગાંધીનગરમાં અમૂલ ડેરના અત્યાધુનિક વિનિર્માણ સંયંત્રમાં કરવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં જ એટલે કે જાન્યુઆરીમાં જ અમૂલે ઉંટડીના દૂધને 500 મિલીલિટરની બોટલમાં બજારમાં રજૂ કરી હતી અને આ બોટલની કિમંત 50 રૂપિયા હતી.

ઉંટડી દૂધમાં અનેક વિશેષતા રહેલી છે. આ દૂધ ડાયાબિટીઝ રોગિયો માટે રામબાણ ઇલાજ છે. એક લીટર દૂધમાં 52 યૂનિટ ઇન્સ્યુલિન હોય છે જે અન્ય પશુઓના દૂધમાં જોવા મળનાર ઇન્સ્યુલિન કરતા ઘણું વધારે છે. ઇન્સ્યુલિન શરીરમાં પ્રતિરોધક ક્ષમતા વધારે છે. તેનું સેવન કરવાથી મધુમેહમાં લાભ થાય છે.

આ દૂધનું સેવન બાળકોના સ્વાસ્થ્ય તેમજ તેમના ગ્રોથ માટે વધુ લાભકારક છે. આ દૂધ બાળકોને કૂપોષણથી બચાવે છે કેમકે તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેના સેવનથી હાડકા વધુ મજબૂત બને છે. તેમાં જોવા મળતું લેક્ટોફેરિન નામનું તત્વ કેન્સર સામે પણ રક્ષણ આપે છે. આ દૂધ પીવાથી લોહીમાં રહેલ ટોક્સિન્સની ઉણપ દૂર થાય છે અને તે લીવરને સાફ કરે છે.

ઉંટડીનું દૂધ હલકુ હોવાથી જલ્દી પચી જાય છે. આ દૂધમાં વિટામિન અને ખનિજ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં જોવા મળેલ એન્ટીબોડી શરીરને સંક્રામક રોગથી બચાવે છે. તેમાં દુગ્ધ શર્કરા, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈટ્રેટ, શુગર, ફાઈબર, લૈક્ટિક, અમ્લ, આયરન, મૈગ્નિશિયમ, વિટામિન એ, વિટામિન ઇ, વિટામિન બી2, વિટામિન સી, સોડિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ, ઝિંક, કોપર, મૈગ્નીઝ વગેરે તત્વ જોવા મળ્યા છે. આ તમામ તત્વ શરીરને સુંદર અને નિરોગી બનાવશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: