પશુઓને થતા કાળીયા તાવ (એન્થ્રેક્સ) ના લક્ષણો અને તેનો ઉપચાર

નમસ્કાર ખેડૂતમિત્રો આજે આપણે પશુઓમાં થતા કાળીયા તાવ વિશે જાણીશું તેને અંગ્રેજીમાં એંથ્રેક્સ પણ કહે છે.

કાળીયો તાવ (એન્થ્રેક્સ) :

આ રોગ અત્યંત ચેપી રોગ છે. જે ગાય, ભેંસ, ઘેટાં, બકરામાં થતો રોગ છે. વાતાવરણમાં ફેરફાર કે બદલાવ આવે ત્યારે આ રોગ જોવા મળે છે. ખાસ કરીને નવેમ્બર થી જાન્યુઆરી દરમ્યાન ચરીયાણ દરમ્યાન પરીપક્વ-પાકું ઘાસ ખાતા તેના જડીયા મોઢા માં વાગે છે જેથી મોંમાં ઉઝરડા, ચાંદા પડે છે તે વાટે જંતુઓ. શરીરમાં દાખલ થાય છે. આ જંતુ શરીરમાં કાતિલ ઝેર પેદા કરે છે. તેની અસર પામેલું પશુ બે થી ત્રણ કલાકમાં મૃત્યુ પામે છે.

લક્ષણો :

આ રોગ થતા પશુ સૂનમૂન શાંત થઈ જાય છે. તો ક્યારેક ઉશ્કેરાટ અનુભવે છે. 107° ફેરનહીટ જેટલું શરીરનું તાપમાન જોવા મળે છે. પશુનો શ્વાસ ઝડપી બને છે અને આંખો લાલ થઈ જાય છે. શરીરના કુદરતી દ્વારમાંથી લોહીનો સ્ત્રાવ જોવા મળે છે. દૂધમાં એકાએક ઘટાડો જોવા મળે છે. દૂધમાં લીલાશ અથવા પીળાશ પણ જોવા મળે છે. ક્યારેક પશુને ઝાડા થાય છે. જીભ તથા ગળામાં અને બંને પગના વચ્ચેના ભાગે કે યોનીના ભાગે સોજો આવે છે. ગાભણ પશુ તરવાઇ જાય કે મરણ પામે છે.

ઉપાય :

રોગચાળા દરમ્યાન અસરગ્રસ્ત વિસ્તાર માં રસીકરણ કરાવવું. જ્યાં આ રોગ થયો હોય ત્યાં ત્રણ વર્ષ સુધી સતત રસીકરણ કરાવવું જોઈએ. આ રોગ મનુષ્યમાં પણ થઈ શકે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: