જંગલ ના મધ્યે બિરાજતા દિવ્ય ગીરનાર ની પછવાડે ભવ્યધામ સરકડીયા હનુમાન ના મંદિરે હજારો ભક્તો નો મેળાવડો.

ભેશાણ –  વિશ્વ નીં શ્રેષ્ઠતમ પવિત્ર્ભુમી એટલે ગીરનાર અને આ ગીરનાર ની ગોદ માં અનેક યાત્રાધામ સહજ – સરળ રીતે વિકસી રહ્યા છે પરિક્રમા ના ઋટ પર નું ભાવિકો માટે નું ખુબ જ પ્રિય સ્થળ  એટલે સરકડિયા હનુમાનજી નું મંદિર. આ જગ્યા એ થી પરિક્રમા વખતે તો અહી જનમેદની ઉમટે જ છે પરંતુ હાલ માં ચોમાસા માં પણ અહી વનરાજી મન મૂકી ને ખીલી છે, વન વિભાગ ની પરમીશન લઇ ને આ સ્થળ પર જવાય છે.

સરકડિયા હનુમાનની આ જગ્યામાં ખુબ પ્રાચીન શિવ મંદિર, અખંડ ધૂણો તેમજ ખુબ જ પ્રભાવશાળી વિશાળ સ્વયંભુ હનુમાનજી ની પ્રતિમા પણ આવેલી છે.હનુંમાંનજી નું મંદિર ઉપરાંત અહી પ્રાચીન રામેશ્વર મહાદેવ નું પણ મંદિર છે. સેવા સાધના કરવા માટે સાધકો ની આ માનીતી જગ્યા છે.

લગભગ ૩૦૦ વર્ષ જૂની આ જગ્યા માં બિરાજતા હનુમાનજી મહારાજ સ્વયંભુ છે.ગીરનાર ની બરાબર પાછળના ભાગે આવેલું આ સ્થળ પ્રાકૃતિક સોંદર્ય ના કારણે સ્વર્ગ જેવું લાગે છે.હાલ માં પૂજ્ય શ્રી હરિદાસજી મહારાજ અને ગુરુ શ્રી રાઘવદાસ મહારાજ સંચાલિત છે હરિદાસજી મહારાજ ખુબ જ માયાળુ , સપ્સ્ટ વક્તા અને શાસ્ત્રો નું સારું એવું જ્ઞાન ધરાવતા સંત છે, આ જગ્યા પર પુજારી તેજશબાપુ ની સેવા પૂજા પણ ખુબ જ પ્રસસ્નીય છે.

સરકડિયા હનુમાન ના મહંત હરિદાસ મહારાજ મનુષ્ય ઉપરાંત પશુ પક્ષી ઓની જઠરાગ્નિ તૃપ્ત કરવાને એક યજ્ઞ જ મને છે. અહી રોજ અસંખ્ય  પશુ પક્ષી નિયમિત ચણ ચરવા આવે છે.

અહી શ્રાવણ માસે શિવભક્તિ ને હનુમાનજી ભક્તિ આરાધ્ય કરવા આહી હજારો લોકો ની ભીડ જામે છે અહી અસંખ્ય મુલાકતી પ્રકુર્તી નો  અનહદ પ્રેમ ને માણે છે પ્રથમ વખત મુલાકાત કરનાર માટે આ એક સંભારણું બની રહે તેવું સ્થળ છે જે ભેશાણ થી અથવા જેતલસર વારા રસ્તા પર થી આ સ્થળ પર પહોચી સકાય છે.

પોસ્ટ બાય : હાર્દિક સોરઠિયા (મો. 9033507931)

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: