ઉકાઈ ડેમમાંથી પાણી ની આવક થતાં ફરી તાપી બે કાંઠે વહી રહી છે

છેલ્લા ત્રણ દિવસથી સુરત અને ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમમાં મંગળવારે 1.44 લાખ ક્યુસેક જેટલી પાણીની આવક થઈ હતી. ઉકાઈ ડેમની સપાટી 337.31 ફૂટ પર પહોંચતા ડેમ સત્તાધીશો દ્વારા તાપી નદીમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે.

જેને પગલે તાપી નદી ફરી બે કાંઠે થઈ છે. જોકે 24 કલાકમાં ઉકાઈમાં ઇનફ્લો ઘટતા તાપીમાં પણ પાણી છોડવામાં ઘટાડો કરવામાં આવ્યો છે. મંગળવારે રાત્રે ઉકાઈ ડેમમાંથી 1.12 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. બુધવાર બપોર સુધીમાં ઉકાઈમાંથી ડિસ્ચાર્જ 106655 થયો છે. ઉકાઈમાં પાણીની આવક 90763 થઈ રહી છે. તાપી નદીમાં નવા પાણી આવતા ફરી તાપી બે કાંઠે થઈ છે.

આ તરફ કોઝવેની સપાટી વધતા પાલિકા દ્વારા કોઝવે અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવેની સપાટી 8.40 મીટર પર પહોંચી છે. બુધવારે સવારથી જ શહેરનાં દરેક ઝોનમાં વરસાદ પડી રહ્યો છે. જેને કારણે લોકો મોસમની મજા માણવા સાથે ઠંડકનો અહેસાસ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં સિઝનનો અત્યાર સુધીનો 1283 મિમી વરસાદ પડી ચુક્યો છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: