એસટીમાં મુસાફરી કરનારને રિઝર્વ સીટ નહીં મેળવનાર ટિકિટ કેન્સલ કરાવનાર પ્રવાસીને 100 % રિફંડ મળશે.

એસટીમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે એસટી તંત્ર હવે સુવિધાજનક ફેરફારો કરી રહ્યું છે ઓનલાઇન બુકિંગમાં તંત્રએ ડિસ્કાઉન્ટ સ્કીમ જાહેર કર્યા બાદ સારો પ્રતિસાદ મળી રહ્યો છે હવે એસટી સુવિધા પ્રવાસીઓ માટે લાવી છે જેમાં એક ફોન કોલ કરીને પ્રવાસી સિટ બુક કરાવી શકશે તેના માટે મુસાફરે એસટી નિગમના ટોલ ફ્રી નમ્બર પર કોલ કરી પ્રવાસ સ્થળ માટે સીટ બુક કરાવશે. કી નમ્બર મળ્યા બાદ 5 કલાક પહેલા મુસાફરે ટિકિટ લઈ લેવી પડશે ફોન બુકીંગ કર્યા બાદ રિઝર્વ સીટ નહીં મેળવનાર ટિકિટ કેન્સલ કરાવનાર પ્રવાસીને 100 % રિફંડ મળશે.

GSRTC દ્વારા 15મી ઓગસ્ટથી આ સુવિધા એસટીના મુસાફરો માટે શરૂ કરવામા આવી છે. મુખ્ય પરિવહન અધિકારી દ્વારા અમદાવાદ,સુરત, અને વડોદરા સહિતના વિભાગોને પરિપત્ર મોકલી આ સુવિધાને કાર્યરત કરવા જણાવાયુ છે તે મુજબ હવે અમદાવાદમાં પણ આ સેવા શરૂ થઈ ચુકી છે. આ સેવા અંતર્ગત હવે માત્ર ફોન બુકીંગ જ નહિ પણ લિંક સર્વિસ અને વેઇટિંગ લિસ્ટની પણ સુવિધા શરૂ કરવામા આવી છે.

એસટીતંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે ઓ.પી.આર.એસ સોફ્ટવેરમાં નવું ઓપશન ઉમેર્યા બાદ એસટી મુસાફરોને લાભ આપવા સુવિધા શરૂ કરાઇ છે. 2008માં જીએસઆરટીસી દ્વારા રિઝર્વેશન સુવિધા શરુ કરવામાં આવી હતી જેને મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા હવે એસટી બસોના બુકિંગને વધુને વધુ હાઈટેક બનાવી રહ્યું છે. વર્ષ 2014માં ઓનલાઇન રિઝર્વેશનની સુવિધા શરુ કર્યા બાદ હવે ફોન બુકીંગ શરુ કરવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત જો મુસાફરની સીટ કન્ફર્મ ન થાય તો 100% રિફંડ મળશે.

ફોન બુકીંગનો લાભ લેવા ઇચ્છતા મુસાફરે એસટી નિગમના ટોલ ફ્રી નમ્બર પર કોલ કરી પોતાને જે સ્થળનો પ્રવાસ કરવાનો છે તે સ્થળ માટે સીટ બુક કરાવવાની રહેશે. સીટ બુક કરાવ્યા બાદ મુસાફરના મોબાઈલ પર તંત્ર દ્વારા સાત આંકડાનો કી નમ્બર સેન્ડ કરવામાં આવશે. જે કી નમ્બર લઈ મુસાફરે પોતાની નજીકના કાઉન્ટર પર ટિકિટની રકમ ચૂકવી પ્રિન્ટ લેવાની રહેશે. એસટી વિભાગ દ્વારા ફોન બુકીંગની સુવિધા આપવા તમામ બસમાં 5 સીટ અનામત રાખવામાં આવી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: