ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ 7 ડેમ ઓવરફ્લો

અમદાવાદ: હવામાન વિભાગાની આગાહીના પગલે ગુજરાતભરમાં વરસાદી માહોલ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે 7 ડેમો ઓવરફ્લો થયા છે જ્યારે મધ્ય ગુજરાતની 6 નદીઓ ગાંડીતુર બની છે. કડાણા, વણાકબોરી, પાનમ, આજવા, સુખી, સરદાર સરોવર, અને ઉકાઈ ડેમ ઓવરફ્લો થયા છે. છોટાઉદેપુરમાં ભારે વરસાદના પગલે ઓરસંગ, કરા, અશ્વિન, હેરણ, મહી અને વિશ્વામિત્રી નદીઓ ગાંડીતુર બની છે. નદીની સપાટીમાં વધારો થતા કાંઠાના વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે. કોઝવે પર પાણી ભરાતા અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે.

ઉપરવાસમાં વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થયા

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કડાણા ડેમ, વણાકબોરી ડેમ, પાનમ ડેમ, આજવા ડેમ, સુખી ડેમ, સરદાર સરોવર ડેમ અને ઉકાઈ ડેમ ઓવરફ્લો થયા છે. ડેમોની ભયજનક સપાટી વધી જતા લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાંથી હજુ 4 લાખ ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. સુખી ડેમ ઓવરફ્લો થતા 6 દરવાજા ખોલાયા છે. આજવા ડેમ પણ ઓવરફલો થતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે.

છોટાઉદેપુરમાંથી પસાર થતી તમામ નદીઓ ગાંડીતુર

છોટાઉદેપુર પથંકમાં ભારે ભારે વરસાદને પગલે ઓરસંગ, કરા, અશ્વિન, અને હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેને કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. અને તાપી નદી પર આવેલા નાના કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે.

પાનમ અને વણાકબોરી ડેમમાં પાણીની આવક

ઉપરવાસ અને પંચમહાલ જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે મહી નદીના કડાણા ડેમમાં પાણીની આવક વધી ગઇ હતી. ડેમની ભયજનક સપાટી 128 મીટર છે તેની સામે હાલ કડાણા ડેમનું લેવલ 126.60 મીટર પહોંચ્યું છે. પાણીની આવક 74,547 છે. તેને ધ્યાને લઇને કડાણા ડેમમાંથી હાલ 2.56 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે પાનમ અને વણાકબોરી ડેમમાં પાણી આવક વધી ગઇ છે. વણાકબોરી ડેમમાંથી મહી નદીમાં 50 હજાર કયુસેક પાણી હાલમાં છોડવામાં આવ્યું રહ્યું છે.

ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો, 1.91 લાખ ક્યુસેક પાણીની આવક

સુરતઃ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. હાલ બે લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ઉકાઈ ડેમની સપાટી 336.58 ફુટ પર પહોંચી છે. ઉકાઈ ડેમમાંથી 1.12 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદી બે કાંઠે વહી રહી છે. અને તાપી નદી પર આવેલા નાના કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

આજવા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે

છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત આજવા સરોવરના સ્ત્રાવ વિસ્તાર અને તેના ઉપરવાસ હાલોલમાં 158 મિ.મી., ધનસર પથંકમાં 80 મિ.મી. વરસાદ બપોરે 12 વાગ્યા સુધી પડ્યો હતો. ધોધમાર વરસેલા વરસાદને પગલે આજવા સરોવરની સપાટીમાં ઝડપભેર વધારો થયો હતો. સવારે 8 કલાકે આજવા સરોવરની સપાટી 211.80 ફૂટ નોંધાઇ હતી. જે સવારે 10 કલાકે 211.90 ફૂટ નોંધાઇ હતી. જે બાદ બપોરે 2 કલાકે 212 ફૂટ નોંધાતા વડોદરા જિલ્લા તંત્ર એલર્ટ થઇ ગયું હતું.

નર્મદા નદીના કાંઠા વિસ્તારના 40થી વધુ ગામોને એલર્ટ

ઉપરવાસમાંથી સતત પાણી છોડવામાં આવતા નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી હાલ 133.84 મીટર પર પહોંચી ગઇ છે. ઉપરવાસમાંથી 5,55,021 ક્યૂસેક પાણીની આવકને પગલે ડેમના 23 દરવાજા ખોલીને હાલ 4,04,900 ક્યૂસેક પાણી નર્મદામાં છોડાઈ રહ્યું છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારના 40થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રિવરબેડ પાવર હાઉસ અને 23 ગેટ બંને મળીને 4,71,596 ક્યૂસેક પાણી નર્મદામાં ઠલવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે.અને કેવડિયાનો ગોરા બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ગોર બ્રિજ ઉપરથી 3 મીટર પાણી વહી રહ્યું છે. જેથી નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠાના 40થી વધુ ગામોને એલર્ટ કરી દેવાયા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: