નર્સ કર્મચારીઓની સમય સૂચકતાને કારણે 7 નવજાત બાળકોની જિંદગીઓ બચી ગઇ

રાજપીપળાઃ નર્મદા જિલ્લાની સંજીવની ગણાતી એક માત્ર સિવિલ હોસ્પિટલના એસ.એમ.સી.યુમાં આજે આગ લાગી હતી. આ સમયે 7 નવજાત બાળકો સારવાર હેઠળ હતા. જોકે નર્સ કર્મચારીઓની સમય સૂચકતાને કારણે 7 નવજાત બાળકોની જિંદગીઓ બચી ગઇ હતી

નર્સિસે 7 બાળકોના જીવ બચાવ્યા

રાજપીપળા સિવલ હોસ્પિટલના ત્રીજે માળે આવેલા એસ.એમ.સી.યુ.માં નાજુક નવજાત બાળકોને રાખવામાં આવે છે. આજે તેમાં સોર્ટ સર્કિટને કારણે આગ લાગી આગ હતી. આ સમયે 7 નવજાત બાળકો સારવાર હેઠળ હતા. અચાનક આગ લાગતા ધૂમાડો અને તણખા ઉડતા નર્સ કર્મચારીઓએ જીવના જોખમે એક પછી એક સાતેય બાળકોને બહાર લાવી બાદમાં અન્ય અધિકારીઓને જાણ કરી જોકે, જોતજોતામાં સમગ્ર એસ.એમ.સી.યુ વોર્ડ અને સાધનો બળી ગયા હતા. આ નર્સની સતર્કતાને કારણે 7 નવજાત બાળકોના જીવ બચ્યા બાદમાં રાજપીપળા નગરપાલિકા ફાયર ફાઈટરો પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમો અને વીજ કંપનીની ટીમો પણ આવી ગઈ હતી. હવે આગ લાગવાની ઘટનાની તપાસ શરૂ કરી છે.

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી

વહેલી સવારે આગની ઘટના નવજાત શિશુના આઇસીયું વોર્ડમાં શોટ સર્કિટને લઈને આગ લાગી હતી. જોકે અમારા નર્સ બેનોની કામગીરી ને લઈને કોઈ જાનહાની કે નુકસાનની થયું નથી.

-જ્યોતિબેન ગુપ્તા, સિવિલ સર્જન, રાજપીપળા

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: