અર્થવ્યવસ્થા પર મંદીની માઠી અસર, મંદીના કારણે સોનું હવે પહોચ્યું આસમાને.

દેશના બુલિયન માર્કેટ માં સોનું ભાવમાં થયો વધારો  સોનાનો ભાવ 10 ગ્રામે સોનું 40,000ની ઉપર વેચાવા લાગ્યું અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો 46,000 રૂપિયાની ઉપર થઇ ગયો છે.સોમવારે દેશના બુલિયન માર્કેટમાં સોનાના ભાવ થયો સતત વધારો પહેલીવાર સોનાનો ભાવ પોહચ્યો

10 ગ્રામ દીઠ 40,000 રુપિયાની ઉપર પહોંચી ગયા હતા અને મજબૂત વિદેશી સંકેતો અને સ્થાનિક વાયદામાં તેજીને કારણે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 46,000 રુપિયા પર પહોંચી ગયો હતો.દેશની આર્થિક રાજધાની મુંબઇ, ગુલાબી શહેર જયપુર અને પીળું ગોલ્ડ બજાર અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 40,000 રુપિયા (ત્રણ ટકા જીએસટી સાથે) ની ઉપર ગયો છે. સોનાના સ્પોટ ભાવમાં 10 ગ્રામ દીઠ 1000 રુપિયાથી વધુનો વધારો થયો છે અને ચાંદીમાં પણ કિલોદીઠ 1000 રુપિયાથી વધુનો વધારો થયો છે.સોનાના ભાવમાં સતત ભાવ વથાનુ શું કારણ છે ,

તે પ્રશ્ર્નનો ઉકેલ લાવવા માટે  ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJAના નેશનલ સચિવ સુરેન્દ્ર મહેતાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે કિંમતોમાં વધારાને કારણે માંગમાં ઘટાડો થયો છે.સોના-ચાંદીના આગામી તબક્કાના અંદાજ અંગે પૂછેલા પ્રશ્નના આધારે તેમણે કહ્યું કે, હાલમાં સોના-ચાંદીનું બજાર કોઈ મૂળભૂત અથવા વિશ્લેષણના ચાર્ટથી નહીં, પરંતુ ટ્રમ્પના ટ્વિટથી ચાલી રહ્યુ છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: