બે ATM ટ્રાન્જેક્શન વચ્ચે 6 થી 12 કલાકનો સમય કરાશે

આજે દરેક વ્યક્તિ એટીએમનો ઉપયોગ કરે છે પરંતુ એટીએમના ઉપયોગ સાથે છેતરપિંડી વધી ગઇ છે. એટીએમ છેતરપિંડી રોકવા માટે દિલ્હી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)એ કેટલાક સૂચન આપ્યા છે. જો આ સૂચનને મંજૂરી મળે છે તો તમારી પર સીધી અસર પડશે. એસએલબીસીએ સૂચન આપ્યુ છે કે બે એટીએમ ટ્રાન્જેક્શન વચ્ચે છથી 12 કલાકનો સમય હોવો જોઇએ. એટીએમ દ્વારા એક વખત પૈસા કાઢ્યા બાદ તમે નિર્ધારિત સમય સુધી બે વખત પૈસા નહી કાઢી શકો. મહત્વપૂર્ણ છે કે આ યોજના પર ગત અઠવાડિયે 18 બેન્કોના પ્રતિનિધિ વચ્ચે બેઠકમાં ચર્ચા થઇ હતી.

આ સિવાય બેન્કોને બીજા સૂચન પણ આપવામાં આવ્યા છે. અનધિકૃત રીતે પૈસા કાઢવાના પ્રયાસમાં એકાઉન્ટ હોલ્ડર્સને એલર્ટ કરવા માટે ઓટીપી મોકલવામાં આવી શકે છે. વધારાના એટીએમ માટે સેન્ટ્રલાઇજ્ડ મોનિટરિંગ સિસ્ટમનું પણ સૂચન કરવામાં આવ્યુ છે. સેન્ટ્રલાઇજસ્ડ મોનિટરિંગ સિસ્ટમ ઓબીસી બેન્ક, ભારતીય સ્ટેટ બેન્ક, પીએનબી, આઇડીબીઆઇ બેન્ક અને કેનેરા બેન્કમાં પહેલાથી લાગુ છે.

આ સંદર્ભમાં દિલ્હી એસએલબીસીના સંયોજક અને ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સના એમડી અને સીઇઓ મુકેશ કુમાર જૈને કહ્યું, ‘એટીએમથી થનારા મોટા ભાગની છેતરપિંડી રાતના સમયે એટલે કે અડધી રાતથી લઇને સવાર સુધી થાય છે.

એટીએમ ફ્રોડની વાત કરીએ તો, તો વર્ષ 2018-19 દરમિયાન દિલ્હીમાં 179 એટીએમ ફ્રૉડના કેસ દર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે દિલ્હી અને મહારાષ્ટ્રમાંથી આશરે 233 એટીએમ છેતરપિંડીના મામલા સામે આવ્યા છે. વર્ષ 2018-19માં દેશભરમાં 980 એટીએમ ફ્રૉડ મામલા સામે આવ્યા છે. ગત વર્ષે આ આંકડો 911 હતો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: