સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે એક જ દિવસમાં 34 હજારથી વધુ પ્રવાસીઓ આવ્યા હોવાનો રેકોર્ડ બન્યો

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તરીકે રેકોર્ડ સર્જયા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે નવો રેકોર્ડ ચડ્યો છે. તાજેતરમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે એક જ દિવસમાં 34 હજારથી વધુ પ્રવાસીઓ આવ્યા હોવાનો રેકોર્ડ બન્યો છે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પહેલીવાર એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાતે આવ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વિશ્વનું સૌથી મોટું સફારી પાર્ક બનાવવાનું પણ આયોજન થઈ રહ્યું છે. જેને કારણે આવનારા સમયમાં અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં હજીય વધારો થવાની શક્યતા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. તે ટ્રાવેલ ડેસ્ટિનેશન તરીકે પ્રખ્યાત થઈ ચૂક્યુ છે. ફક્ત રાજ્યમાંથી જ નહીં દેશ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અહીં મુલાકાતે આવે છે. ત્યારે રવિવારે એટલે કે 25 ઓગસ્ટના રોજ માત્ર એક જ દિવસમાં 34,126 પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

માત્ર એક જ દિવસમાં 34 હજાર કરતા પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટ્રસ્ટને મબલખ આવક થઈ છે. રવિવારે ટ્રસ્ટને 51.60 લાખની આવક નોંધાઈ છે. જો આંકડાની વાત કરીએ તો કુલ 3,720 જેટલા ખાનગી વાહનો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રવિવારે નોંધાયા હતા. આ રેકોર્ડ બાદ તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે, કે આવનાર દિવસોમાં સફારી પાર્કનું લોકાપર્ણ થયા બાદ દરરોજ 30 હજાર કરતા પણ વધુ પ્રવાસીઓ આવશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: