આ દેશ વિશ્વનો સૌથી નાનો દેશ છે, જાણો કેટલી છે વસ્તી ?

વિશ્વમાં જેટલા પણ દેશ છે તેમના અલગ-અલગ પ્રોટોકૉલ છે. જો ભારતની વાત કરવામાં આવે તો અહી વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિને પ્રોટોકૉલ હેઠળ કેટલીક સુરક્ષા આપવામાં આવે છે. અમે તમને એક એવા દેશ વિશે જણાવી રહ્યાં છીએ જ્યાનો રાષ્ટ્રપતિ એકલો રસ્તા પર ફરે છે અને તેની સાથે કોઇ સુરક્ષા પણ નથી હોતી. મોલોસિયાનું પોતાનું રાષ્ટ્રીય ગાન, રાષ્ટ્રીય પ્રતીક અને રાષ્ટ્રીય ધ્વજ પણ છે.આ દેશનું અંતર 0.0053 km છે.આ દેશની કુલ વસ્તી 34 છે (કુતરા,બિલાડી સાથે).

આ અનોખા દેશનું નામ મોલોસિયા છે. આ દેશ અમેરિકાના નેવાડામાં સ્થિત છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ દેશ સ્વઘોષિત છે. મોલોસિયાની વાર્તા છે કે વર્ષ 1977માં અહી રહેતા કેવિન બોઘ અને તેમના મિત્રના મગજમાં અમેરિકાથી અલગ એક નવો દેશ બનાવવાનો વિચાર આવ્યો હતો. જે બાદ બોઘ અને મિત્રએ મળીને મોલોસિયા નામના દેશનો પાયો નાખ્યો હતો ત્યારથી કેવિન બોઘ આ દેશના રાષ્ટ્રપતિ છે, તેમણે ખુદને આ દેશનો સરમુખત્યાર જાહેર કર્યો હતો, તેમની પત્ની દેશની પ્રથમ મહિલાનો દરજ્જો ધરાવે છે. આ દેશમાં રહેતા મોટાભાગના નાગરિક કેવિનના સબંધી છે,જોકે, આ દેશને અત્યાર સુધી વિશ્વની કોઇ પણ સરકારની માન્યતા મળી નથી.

આ દેશમાં અન્ય દેશની જેમ સ્ટોર,લાઇબ્રેરી, સ્મશાન ઘાટ સિવાય કેટલીક સુવિધા પણ છે.મોલોસિયાનો અન્ય દેશની જેમ પોતાનો કાયદો,ટ્રેડિશન અને કરન્સી પણ છે. આ સિવાય પર્યટનના હિસાબથી મોલોસિયા જાણીતુ છે. અહી ઘણા લોકો આ દેશ વિશે જાણવા અને ફરવા માટે આવે છે. અહી આવવા માટે ટૂરિસ્ટોએ પોતાના પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવવો પડે છે.

કેવિને પોતાના જે મિત્ર સાથે આ દેશની સ્થાપના કરી હતી, તેને થોડા સમય બાદ આ આઇડિયાને ત્યાગી દીધો હતો પરંતુ કેવિને પોતાના શોખને આગળ ચાલુ રાખ્યો હતો. તે પોતાના દેશના વિકાસ માટે કામ કરતો રહ્યો હતો. આ દેશનો પાયો મુકાયો તેને 40 વર્ષ થઇ ગયા પરંતુ ટૂરિસ્ટો હજુ પણ આવી રહ્યાં છે. આ દેશમાં ફરવા માટે ટૂરિસ્ટોને માત્ર 2 કલાકનો સમય કાઢવો પડે છે. આ ટ્રિપમાં કેવિન ખુદ ટૂરિસ્ટોને દેશની બિલ્ડિંગ અને રસ્તા બતાવે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: