અમદાવાદ જિલ્લાના ખેડૂતોને પીએમ કિસાન સહાય યોજના અંતર્ગત 73 કરોડની ચૂકવણી, જેમાં 1.57 લાખ ખેડૂતોને તેનો લાભ મળ્યો છે.

પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવાનું કામ થઈ રહ્યું છે. યોજના હેઠળ દર વર્ષે 4, 000 રૂપિયા પ્રમાણે ખેડૂત પરિવારોને અપાતી સહાય યોજનાનો લાભ અત્યાર સુધી 1, 57, 000 ખેડૂતોએ મેળવ્યો છે. ખેડૂતોને અત્યાર સુધીમાં 73 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. સૌથી વધુ ધોળકામાં 25, 406 ખેડૂત પરિવારનો સહાય મળી છે.

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે પીએમ કિસાન સહાય યોજના જાહેર થયા બાદ તાલુકા વાર ખેડૂતોની યાદી જાહેર કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 1, 83, 744 ખેડૂતોએ અરજી કરી હતી. આમાંથી 1, 57, 059 અરજીનો નિકાલ થયો છે. બાકીના ખેડૂતોને ભારત સરકાર જલ્દી જ સહાય ચૂકવશે. આ સિવાય પ્રધાનમંત્રી માન. ધન યોજના હેછળ ખેડૂતોને 18 થી 40 વર્ષના હોય અને બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા હોય તેમને 60 વર્ષની ઉંમર થાય ત્યારે પ્રતિમાસ 3, 000 રૂપિયા પેન્શન ચુકવવામાં આવશે.

પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતને પ્રતિ માસ માત્ર રૂપિયા 55 થી 200 ચૂકવવા પડશે. જેની સામે સરકરા પણ એટલી જ રકમ જમા કરાવશે. આ યોજનામાં કોઈ ખેડૂતો લાભાર્થીને વચ્ચેથી નીકળી જવું હોય તો તેમને વ્યાજ સહિતની ભરેલી રકમ પરત આપવાની પણ જોગવાઈ છે. આ યોજના LIC દ્વારા સંચાલિત છે. જો લાભાર્થીનું 60 વર્ષ બાદ અવસાન થાય તો તેમના વારસદાર કે પત્નીને લાભ ચાલુ રહેશે. જેઓ ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરીને લાભ મેળવી શકશે.

જિલ્લા પંચાયત પણ કોઈપણ ખેડૂતનું અકસ્માતે અવસાન થાય તો તેમને જિલ્લા પંચાયતના સ્વ ભંડોળમાંથી એક લાખની સહાય ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષમાં પ્રથમ ક્વાર્ટરમાં અકસ્માતે અવસાન પામેલા ખેડૂતોના વારસદારને 18 લાખની સહાય ચૂકવવામાં આવી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: