સુરતની આ શાળા જેમાં નોર્મલ-દિવ્યાંગ બાળકો સાથે અભ્યાસ કરી રહ્યા છે.

સુરતમાં દાંડી રોડ પર નરથાણ ગામની સીમમાં આવેલી સંસ્કારકુંજ જ્ઞાનપીઠ સુરતની એવી સ્કુલ છે કે જ્યાં નોર્મલ બાળકોની સાથે જ દિવ્યાંગ બાળકોને ભણાવવવામાં આવે છે. બાળકો સ્કુલના ટ્રસ્ટી,ટીચર સહિતના સ્ટાફ સાથે લાગણીથી એવા જોડાયેલા છે કે બાળકો ઘરે રહેવા કરતા સ્કુલમાં રહેવાનું વધુ પસંદ કરે છે. માતા-પિતા કરતા પણ ટ્રસ્ટીને વહાલ કરે છે.

કુલ 21 દિવ્યાંગ બાળકો સાથે ભણે છે

સ્કુલના ટ્રસ્ટી પરેશ હિંમતભાઈ પટેલ પહેલા બીએસએફમાં હતા. સ્વૈચ્છીક રિટાયર્ડમેન્ટ લીધું હતું. પહેલા અન્ય સ્કુલનું મેનેજમેન્ટ જોતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી પોતે સ્કુલ ચલાવે છે. હાલમાં સ્કુલમાં ધોરણ 1 થી 12 ધોરણ સુધીમાં 2000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાં 21 બાળકો દિવ્યાંગ છે. આ બાળકોને નોર્મલ બાળકોની સાથે તેમની ક્લાસમાં એકજ બેંચ પર બેસાડવામાં આવે છે. સાથે જ ભણાવવામાં આવે છે.

શાળાના ટ્રસ્ટી, શિક્ષક ગણ અને સ્ટાફ ઈમોશનલી છે

ધોરણ 3 માં અભ્યાસ કરતો અને 14 વર્ષનો ધ્રુવ દિવ્યાંગ છે. તેના પિતા ભરત વિરાણાએ જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો માટે કામ કરતી તમામ સંસ્થાઓમાં તપાસ કરી આવ્યો પરંતુ મને એવુ લાગ્યું કે મારા દિકરાને હું ઘરે રાખું તો સારું. પરંતુ સંસ્કારકુંજ જ્ઞાનપીઠમાં પ્રવેશ અપાવ્યો તો મને એવું લાગ્યું કે દિવ્યાંગ બાળકોને આનાથી વધારે સારી રીતે બીજું કોઈ ભણાવી શકે નહીં. આ સ્કુલમાંના ટ્રસ્ટી,શિક્ષકગણ અને સ્ટાફ તમામ બાળકો સાથે પ્રોફેશનલ નહીં પરંતુ ઇમોશનલી.મારી પોતાની સ્કુલ છે. પરંતુ કદાજ આવી રીતે મારી સ્કુલમાં પણ ધ્રુવને ભણાવી શકાય નહીં.

સરળ ભાષામાં ભણાવીએ છીએ

હું એક થી ચાર ધોરણ સુધી 1 થી 4 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવું છું. નોર્મલ બાળકોની જેટલું જ દિવ્યાંગ બાળકો પણ અભ્યાસ કરે છે. અમુક છોકરા મુડી હોય છે. તેમનું મુડ હોય ત્યારે તેમને અગલથી ભણાવીએ છે. એ લોકોને જેમ સમજાય એવી રીતે એમની સરળ ભાષામાં સમજાવીએ છે. – મિનાક્ષીબેન પટેલ, શિક્ષિકા

અમે કહીએ તેમ તે અભ્યાસ કરે છે

બાળકો સાથે અમે ઇમોશલની જોડાયેલા હોવાથી અમારા પ્રત્યે આકર્ષાય છે. તેથી અમે જે કહીએ એવી રીતે તેઓ અભ્યાસ કરે છે. પ્રવૃત્તીઓમાં જોડાય છે. પરેશભાઈએ જણાવ્યું હતું કે તેમને સ્કુલના તમામ 2000 વિદ્યાર્થીના નામ અને ચહેરા ખબર છે. – પરેશભાઈ પટેલ, ટ્રસ્ટી

બાળક સામન્ય બાળકોની સાથે પરીક્ષા આપે છે

ધોરણ 8 માં અભ્યાસ કરતાં રોનિતના પિતા વિશાલ પટેલે જણાવ્યું હતું કે, જ્યારે રોનિત જન્મ્યો તેને ખેંચ આવી હતી. તેના કારણે તે મોડેથી સમજે. તેને ખ્યાલ આવે પરંતુ તેને મોડેથી સમજાય છે. તે ઉમરની તુલનાએ પાછળના ધોરણમાં તેને અભ્યાસ કરાવીએ છે. તે સામાન્ય બાળકોની સાથે રહે છે.તેમની સાથે જ પરિક્ષા પણ આપી શકે છે. સ્કુલમાં સ્ટાફનો સપોર્ટ છે, રોનિત ત્યાં સારી રીતે અભ્યાસ કરે છે. તેને બધો ખ્યાલ આવે છે. રોનિતે જાતે જણાવ્યું હતું કે તેને આ જ સ્કુલ ગમે છે. તે આ સ્કુલમાં જ અભ્યાસ કરશે.

પોસ્ટ સ્ત્રોત : દિવ્ય ભાસ્કર

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: