રત્નકલાકારોનાં અંધકારમય જીવનમાં હિરા ની જેમ ચમક લાવવાનો પ્રયત્ન

હાલ હિરાઉદ્યાગની કારમી પરિસ્થિતિથી રત્નકલાકારોની પરિસ્થિતિ કફોડી બની ગઈ છે ત્યારે કર્ણભૂમિ સુરતનાં રત્નકલાકારો માટે દાનવીર એવા જેમ્સ & જવેલરી USA ગ્રુપે સમસ્ત મહાજન ટ્રસ્ટ, મુંબઈના માધ્યમ દ્વારા કર્ણ બનીને આગળ આવી માનવતાનું કારણ બન્યા છે, માર્કેટ ન્યૂઝ અને સુરત અપડેટ વોટ્સએપ ગ્રુપ માધ્યમથી સંપર્કમાં આવેલા અમેરિકા સ્થિત સભ્યોને મહિના પહેલા આ ગ્રુપ દ્વારા થયેલા કાર્ય અને હાલ રત્નકલાકારો ની પરિસ્થિતિથી તેઓનું હૃદય હચમચી ગયું હતું, આપણને વાગે અને દર્દ થાય એતો સ્વાભાવિક છે પણ બીજાને વાગે અને આપણને દર્દ થાય એજ માનવતા છે. આ સભ્યો અમેરિકા સ્થિત છે અને ઘણા વર્ષોથી આ હિરાઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેઓ માને છે કે તેઓ જે છે તે રત્નકલાકારો થકી જ છે.

આ વિપત્તિની ઘડીમાં તેઓએ ફક્ત સકારાત્મક વાતો ના કરતા ગ્રાઉન્ડ લેવલે સકારાત્મક કાર્ય કરવાનું નક્કી કરી બેરોજગાર, પીડિત અને આર્થિક તંગીને કારણે રત્નકલાકારોએ આત્મહત્યા કરી ત્યાર બાદ એમના પરિવારોની સહાયતા માટે 50 લાખનું પેકેજ જાહેર કર્યું હતું અને તેમણે સુરત સ્થિત વોટ્સએપનાં માધ્યમથી આવેલા ગ્રુપ સભ્યોને આ કાર્યનાં આયોજન અંગે જરૂરી માહિતી ઉપલબ્ધ કરી વ્યવસ્થિત માળખું ઉભું કરવાનું કહીયું હતું ત્યારથી આ ગ્રુપનાં સભ્યો દ્વારા રત્ન કલાકાર સહાય ગ્રુપ બનાવી નિલેશભાઈ બોડકી, કપિલભાઈ દિયોરા,ડો. પૂર્વેશભાઈ ઢાકેચા, રાજેશભાઈ સુતરીયા, સુનિલભાઈ ડાભી, જતીનભાઈ કાકડીયા, વિપુલ સાચપરા, રાકેશભાઈ બોદરા પાયાનું કાર્ય કરવા લાગી ગયા હતા અને એક એવું પારદર્શક પ્લેટફોર્મ ઉભું કર્યું છે જ્યાં કોઈપણ સભ્ય રત્નકલાકારોને મદદ કરી શકે છે.

 

ટિમ વેવ- ધ યુથ પાવર અને ગોપીનાથ ગૌસેવા હોસ્પિટલ, અમિતભાઈ દાણીધરીયા, કિશનભાઈ દેપાણી, રવીનભાઈ કરિયાવરા (ઈન્ડિયા હેલ્થ લાઈન), સંજયભાઈ, વલ્લભભાઈ રૂપાણી ની સર્વે ટિમ બેરોજગાર રત્નકલાકારોનાં ઘરે ઘરે જઈને મદદ માટે પેરામીટર નક્કી કર્યા મુજબ ચેક કરે છે કે શું તેઓ ખરેખર મદદને લાયક છે કે નહીં, જો એ સભ્ય મદદ માટે લાયક બને તો એમને પૂછવામાં આવે છે કે તેમને સૌથી પહેલી પ્રાથમિકતા કઈ છે ? સર્વેમાં સૌથી વધુ સર્વેક્ષણ મુજબ 4 થી 5 મહિના ચાલી શકે તેટલું અંદાજીત 10,000 રૂપિયાનું કરિયાણું જીવનજરૂરિયાતની વસ્તુ, શેક્ષણિક સહાય, મકાન ભાડા સહાય, આરોગ્ય સહાય આપવામાં આવે છે, સહાય માટેનો આજે ઉત્સાહપૂર્વક શુભારંભ થયો હતો જેમાં કરિયાણાની કિટો વહેંચવામાં આવી હતી.

કિટો પ્રાપ્ત કરનાર સભ્યો અને એમનાં પરિવારોની આંખોમાં અહોભાવ સ્પષ્ટ દેખાઈ આવતો હતો અને સહાય જોઈને એમનાં અંતરથી ઉદગારો સરી ઉઠ્યા હતા કે અમેરિકા વાળા જેમ્સ જવેલરી ગ્રુપ અને જેઓ આ સદ્કાર્યમાં માધ્યમ બન્યા છે એ સમસ્ત મહાજન ટ્રસ્ટ મુંબઈનું ભગવાન ભલું કરે. આ અભિયાનમાં હિરા તેમજ જવેલરી ઉદ્યોગની કંપનીઓ તેમજ સંસ્થાઓ, સંગઠન જોડાઈ શકે છે, આપણે જેના થકી આગળ આવ્યા છીએ એ રત્નકલાકારોની પરીસ્થિતિ અત્યારે વિકટ તેમજ નાજુક છે, આઓ આપણે સહુ સાથે મળીને એમનાં જીવનમાં ચમક લાવવાનો નમ્ર પ્રયાસ કરીએ.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: